વધારા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી

સેન્સેક્સ 377 અંક ઉછળો, નિફ્ટી 11000 ની નજીક

શેર બજારમાં સોમવારે વેપારની શરૂઆત વધારા સાથે થઈ. શરૂઆતી વેપારમાં બીએસઈ સેંસેક્સમાં 300 અંકોથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે કે નિફ્ટી પણ લગભગ 100 અંક ઉપર છે.

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 36,991.89 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 10,935.30 સુધી ઉછળા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાની મજબૂતીના વધારા સાથે જોવામાં આવી રહ્યા છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં મજબૂતી જોવામાં આવી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.51 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.27 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.69 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 377.21 અંક એટલે કે 1.03 ટકાના વધારાની સાથે 36930.81 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 110 અંક એટલે કે 1.02 ટકા ઉછળીને 10915.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, રિયલ્ટી, ફાર્મા અને આઈટી શેરોમાં 1.67-0.55 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.79 ટકા મજબૂતીની સાથે 20,619.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટસ, ટીસીએસ, એચસીએલ ટેક, આઈશર મોટર્સ, ગેલ અને ટાટા મોટર્સ 2.20-4.29 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ટાઈટન 0.74 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.59 ટકા સુધી ઘટ્યા છે.

ગઇકાલે સેન્સેક્સ અને નિફ્ટીમાં બલાવ્યો હતો જોરદાર કડાકો, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

ગઇકાલે બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1100પોઇન્ટ ગબડીને 36 હજારના અગત્યના સ્તરથી નીચે ગબડી ગયો છે. બીજી તરફ, NSEના 50 શૅરવાળા મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 330 પોઇન્ટના ભારે ઘટાડા બાદ 10 હજારની નીચે આવી ગયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ગાબડાના કારણે રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. જોકે, આ ઘટાડાથી રોકાણકારોને ન ડરવું જોઈએ. પરંતુ નવા રોકાણથી બચવાની પણ સલાહ છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર