દિવસના અંતે શેરબજારમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. જેમાં BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 488.89 પોઇન્ટના વધારા સાથે 39,601.63ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 140.30 પોઈન્ટ વધીને 11,831.75 પર બંધ થયું છે.
આજે એટલે ગુરુવારના દિવસની શરૂઆતમાં શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ -81.12 પોઈન્ટ ઘટીને 39,031.62ની સપાટી પર ખુલ્યું હતું. નિફ્ટી -25.00 પોઈન્ટ ધટીને 11,666.50 પર ટ્રેડ થયું હતું.
37 , 1