શેરબજારમાં તેજી છતાં રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશનનો શેર ના ઉંચકાયો

રોકાણકારોને શેરદીઠ હાલ 1.10 રૂપિયાનું નુકસાન 

બજેટ બાદ શેરબજારમાં ફૂલગુલાબી તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં ત્રણ હજારથી વધુનો ઉછાળો આવ્યો છે અને ફરીવાર 50 હજારની નજીક પહોંચી ગયો છે. શેરબજારમાં તેજી હોવા છતાં રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશનનો શેર લિસ્ટ થયા બાદ ઉંચકાયો નથી.

કંપનીએ 26 રૂપિયાના ભાવે શેરની ફાળવણી કરી હતી. પરંતુ હાલ આ શેર 24.90 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. રોકાણકારોને આ IPOને લઇને ખુબજ આશા હતી, પરંતુ તે ઠગારી નીવડી છે. રોકાણકારોને શેરદીઠ હાલ 1.10 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. હાલ શેરનું વોલ્યૂમ 16,088,976 છે.

12 દિવસમાં સેન્સેક્સ બીજી વખત 50 હજારને પાર

બજેટ પછી બજારમાં રેકોડ તેજી જોવા મળી રહી છે. સવારે 10.09 કલાકે સેન્સેક્સ 1444 અંક વધી 50,045 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 420 અંક વધી 14,701 પર કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં ઈન્ડેક્સ 21 જાન્યુઆરીએ 50,184ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. બજારની તેજીમાં ઓટો અને બેન્કિંગ શેર સૌથી આગળ છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં પણ 1509 અંકના વધારા સાથે 34,598.90 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર લાર્સન, HDFC બેન્ક, HDFC, બજાજ ફાઈનાન્સ, SBI સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 5.84 ટકા વધી 1534.15 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 5.45 ટકા વધી 1557.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HUL, રિલાયન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 0.31 ટકા ઘટી 2242.20 પર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સ 0.20 ટકા ઘટી 1891.55 પર કારોબાર કરી રહ્યો છે.​​​​

બજેટના દિવસે બજારમાં ઔતિહાસિતક તેજી
બજેટના દિવસે બજારમાં ઔતિહાસિક વધારો જોવા મળ્યો હતો. પોઝિટિવ વધારાના પગલે સેન્સેક્સ 5 ટકા વધી 48600.61 પર અને નિફ્ટી 4.74 ટકા વધી 14281.20 પર બંધ થયો હતો. તેમાં બેન્કિંગ શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્કનો શેર 14.71 ટકા, SBI 10 ટકા અને L&Tનો શેર 9 ટકા વધી બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ પણ 8.26 ટકા વધી બંધ થયો હતો. લિસ્ટેક કંપનીઓની માર્કેટ કેપ પણ 6.32 ટકા વધી હતી.

 52 ,  1