September 19, 2021
September 19, 2021

RILના શેરમાં જબરદસ્ત ઉછાળો, સ્ટોક 2400ને પાર પહોંચ્યો

અંબાણીની નેટવર્થ 100 અરબ ડૉલરની નજીક પહોંચી

શુક્રવારના કારોબારી સત્રમાં RILના શેરમાં 4 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વેલ્થમાં 3.7 અરબ ડૉલરનો વધારો જોવા મળ્યો છે. આજે પણ બજાર ખુલ્યું ત્યારે RIL નો શેર ૧ ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સનો શેર આજે 2400 રૂપિયાને પાર પહોંચ્યો છે. શેરનો શુક્રવારનો બંધ ભાવ 2,388.50 રૂપિયા હતો.

શુક્રવારે RILના શેરમાં આવ્યા આ મજબૂત ઉછાળાને કારણે મુકેશ અંબાણીની નેટવર્થ 92.60 અરબ ડૉલર પર પહોંચી ગઈ છે. જોકે તે વૉરેન બફેટ (Warren Buffett)ના 102 અરબ ડૉલરથી ઘણું પાછળ છે. આ જાણકારી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પર આધારિત છે. RIL ના ચેરમેન પછી તેમના સૌથી નજીકના હરીફ લૉરિયલ ના ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ (Francoise Bettencourt Meyers) છે જેમની નેટર્વક 92.9 અરબ ડૉલર છે.

શુક્રવારના કારોબારમાં RILના શેરમાં 4.15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગઈકાલે મુકેશ અંબાણીએ સસ્તા ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન બમણું કરવાની જાહેરાત કરી હતી. આ સાથે અંબાણીની રિલાયન્સ જિયો પણ ભારતીય બજારમાં મુખ્ય ટેલિકૉમ પ્લેયર બની ગઈ છે.

ભારતી એરટેલે તેના ARPU 200 રૂપિયા પ્રતિ ગ્રાહક કરવાની જાહેરાત કર્યા પછી ભારતીય બજારોએ આ અનુમાન લગાવ્યું છે કે રિલાયન્સ જિયોની ARPU પણ 160-170 રૂપિયાની આસપાસ છે. તેના કારણે રિલાયન્સ જિયોનું વેલ્યુએશન વધ્યું છે.

 43 ,  1