September 22, 2020
September 22, 2020

ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલા શાર્પ શૂટર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મળતી માહિતી પ્રમાણે ઇરફાન શેખ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલા ઇરફાન નામની શાર્પ શૂટર ની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ની ગાઇડલાઇન પ્રમાણે ગિરફ્તાર આરોપી નુ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.. મળતી માહિતી પ્રમાણે ઇરફાન શેખ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણેં ગુજરાત એટીએસ ના ચાર અધિકારિયોં ને હોમ આઇસોલેટ થવું પડશે .

હાલ કોરોનાના કહેર ચાલી રહ્યો છે ત્યારે કોઈ પણ આરોપીની ધરપકડ બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવવો ફરજિયાત છે. જે પ્રમાણે છોટા શકીલના શાર્પ શૂટર ઇરફાન શેખનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેની ધરપકડમાં સામેલ તમામ અધિકારીઓએ નિયમ પ્રમાણે હોમ આઇસોલેટ થવું પડશે.

એટલું જ નહીં જો કોઈને કોરોના લક્ષણો દેખાશે તો તેમનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે. શાર્પ શૂટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તેને સારવાર કેવી રીતે આપવામાં આવશે અને તેની પૂછપરછ કરવી કે નહીં તે અંગેનો નિર્ણય હવે લેવામાં આવશે.

આરોપીની વિનસ હોટલ ખાતેથી જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બે Dy SP ભાવેશ રોઝિયા અને કે.કે. પટેલ આરોપીના સીધા સંપર્કમાં આવ્યા હતા. આ ઉપરાંત હોટલ પર અન્ય અધિકારીઓ અને ગુજરાત એટીએસના ચીફ હિમાંશુ શુક્લા પણ હાજર હતા. આરોપી જે હોટલમાં રોકાયો હતો તેના સ્ટાફ  સાથે પણ તે સીધા સંપર્કમાં આવ્યો હતો. આથી તેમને પણ કોરોનાનું જોખમ રહેલું છે.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર