BJPના ‘શત્રુ’ જોડાઇ શકે છે કોંગ્રેસમાં, રાહુલની કરી રહ્યા છે સતત પ્રંશંસા

ભાજપના વિદ્રોહી સાંસદ શત્રુધ્ન સિન્હા લોકસભા ચૂંટણી 2019 પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. બિહારના પટના સાહિબથી ભાજપની ટિકિટ ન મળ્યા બાદ અભિનેતા અને રાજનેતા શત્રુધ્ન સિન્હા અંગે વિવિધ અટકળો લગાવાઈ રહી છે કે તેઓ 28 માર્ચના રોજ મહાગઠબંધનમાં જોડાઈ શકે છે.

તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રશંસા કરીને શત્રુએ એ વાતને વધુ પાકી કરી દીધી છે કે, તેઓ ભાજપના એનડીએની સામે બિહારમાં બનેલા મહાગઠબંધનમાં જોડાઈ શકે છે. શત્રુધ્ન સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરીને તેમને ‘મોકા પર ચોગ્ગો ફટકારનારા’ જણાવ્યા છે. આ પહેલાં શત્રુધ્ન સિંહા 24 માર્ચે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સામે કોંગ્રેસ જોઇન કરશે તેવી વાત સામે આવી હતી, પરંતુ એવું ન થઇ શક્યું.

સિંહા હાલ પટણા સાહિબથી ભાજપના સાંસદ છે. કયાસ લગાડાય છે કે, તે પટણા સાહિબથી કોંગ્રેસના ઉમેદવાર હશે. ભાજપે પટના સાહિબથી શત્રુધ્ન સિંહાને ટિકિટ આપી નથી અને આ વખતે અહીંથી રવિશંકર પ્રસાદને ટિકિટ આપી છે.

 55 ,  3