ભાજપના ‘શત્રુ’ બન્યા કોંગ્રેસના ‘મિત્ર’, પંજાનો થામ્યો હાથ

ભાજપના સ્થાપના દિવસે જ તેના કદાવર નેતા શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસમાં સત્તાનાર રીતે સામેલ થઈ ગયા છે. ભાજપના નેતૃત્વ સાથે લાંબા સમયની નારાજગી બાદ આખરે શત્રુઘ્ન સિંહાએ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની હાજરીમાં કૉંગ્રેસનો હાથ થામ્યો.

કૉંગ્રેસમાં જોડાયા બાદ શત્રુઘ્ન સિંહાએ ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે મારી ભૂલ એ હતી કે હું સત્યની સાથે ઊભો રહ્યો. તેમણે કહ્યું કે ભાજપના વરિષ્ઠ અને કદાવર નેતાઓને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા અને તેમને માર્ગદર્શક મંડળમાં નાખી દેવામાં આવ્યા.

મળતી વિગત મુજબ, શત્રુઘ્ન સિન્હાને બિહારની પટણા સાહિબ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અનેક વખત તેઓ એ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે પરિસ્થિતિ ભલે ગમે તે હોય પરંતુ બેઠકતો તે જ રહેશે.

નોંધનીય છે કે પટણા સાહિબથી ભાજપે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. હવે શત્રુઘ્ન સિન્હના આવવાથી લડાઈ રોમાંચક બનશે.

 42 ,  3