સુત્રો: શત્રુધ્ન સિંહા પટણા સાહિબ બેઠક પર લડશે ચૂંટણી, કોંગ્રેસ બનાવશે ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહા આ વખતે કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબ સીટથી ચૂંટણી લડશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. શત્રુઘ્ન સિંહા છેલ્લા ઘણા સમયથી પોતાની જ પાર્ટી તેમજ મોદી સરકારની નીતિઓની આલોચના કરતા આવ્યાં છે. ત્યારે હવે ભાજપનો છેડો ફાડી કોંગ્રેસ હાથ થામશે. જો કે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

ભાજપે પણ આ વખતે પટના સાહિબ સીટથી કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપ આ વખતે સિંહાને પોતાનાં ઉમેદવાર નહીં બનાવે. ભાજપમાંથી ટિકિટ ન મળવાની અટકળો વચ્ચે શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું કે કંઇ પણ થઇ જાય, તેઓ પટના સાહિબથી જ ચૂંટણી લડશે.

સૂત્રોએ જણાવ્યું કે, શત્રુઘ્ન સિંહાએ છેલ્લાં દિવસોમાં લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી સાથે મુલાકાત કરી અને તેઓને મહાગઠબંધનનાં ઉમેદવાર બનાવવાની ચર્ચા કરી હતી પરંતુ અંતમાં તેઓને રાજદ અથવા તો કોંગ્રેસની ટિકિટનો વિકલ્પ પસંદ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો. જો કે બાદમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.

તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાય મહિનાઓથી શત્રુઘ્ન સિંહાએ વિપક્ષી પાર્ટીઓની સાથે પોતાનાં સંબંધો વધાર્યા છે. તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનાં મંચ પર અને કોલકાતામાં મમતા બેનર્જીની રેલીમાં વિપક્ષનાં નેતાઓની સાથે નજર આવ્યાં. આ મોકા પર પણ તેઓએ મોદી સરકારની સતત આલોચના કરતા આવ્યા.

 105 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી