ભારતની શાસ્ત્રીય પરંપરા જાળવી રાખનાર શોવના નારાયણ પાલનપુરના મહેમાન બન્યા

આજના આધુનિક યુગમાં પશ્ચિમ સંસ્કૃતિ અને કલાનો પ્રભાવ ભારતીય કલા જગત પર પણ પડ્યો છે. જોકે આ કલા વારસાને જાળવી રાખવા લોકો પણ કટીબધ્ધ બન્યા છે. કથ્થક નૃત્યને વિશ્વ ફલક પર નામના અપાવનાર આવે છે.

પદ્મશ્રી વિજેતા શોવના નારાયણને પાલનપુર આંજણા કેળવણી મંડળ અને ભારતીય કલાને પ્રસારિત કરતી સંસ્થાએ પાલનપુરની આદર્શ શાળાના પ્રાંગણમા આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પદ્મશ્રી શોવના નારાયણે નૃત્યનુ મહત્વ, ભારતીય કલા અને સંસ્કૃતિ તથા પોતાના ગુરુ એવા બિરજુ મહારાજ વીષે માહીતી આપી હતી.

સાથે દ્રોપદી વસ્ત્રાહરણ સીતા સ્વયંવર વિષ્ણુ સ્તુતિ સુરદાસના પદો તથા કથ્થક નૃત્ય સાથે લોકોને પરીચય કરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડો. આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ ડો. કલ્પનાબેન ભટ્ટે કર્યુ હતું.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી