1971 યુધ્ધ : છેલ્લા 47 વર્ષથી દમયંતિ જોઇ રહી છે પોતાના ફાઇટર પાયલોટ પતિની રાહ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ત્રણ દિવસ પાકિસ્તાનની હિરાસતમાં રહીને શકુશળ ભારત પાછા ફર્યા હતા. તેને તેમના નસીબ અને ભારત સરકારની કૂટનીતી જ કહેવામાં આવશે. કે દુશ્મનની કેદમાંથી તેમની આટલી ઝડપી ઘરવાપસી કરવામાં આવી પરંતુ દરેક સૈનિક અને પાયલોટની કિસ્મત અભિનંદન જેવી નથી હોતી દિલ્હીની દમયંતીને આજે પણ પોતાના પતિ પાછા ફરશે તેવી આશા છે.

દમયંતિનું કહેવું છે કે જેટલી આપણને લાગે છે ઘણી વાર વાત એટલી સરળ હોતી નથી. હાલમાં જ મિડીયા સાથે વાત કરતા તેમની અંદર છુપાયેલ જૂના જખ્મ એક વાર ફરી તાજા થયા હતા. તેમણે જણાવ્યુ કે,તેમણે રેડિયો ચાલુ કર્યો તો સમાચાર મળ્યા કે ફ્લાઇટ લેફ્ટનેન્ટ વિજય વસંત તાંબેને સીમાની પેલી પાર બંદી બનાવવામાં આવ્યા હતા. તેમના માટે આ સમાચાર પહાડ જેવા હતા.

દમયંતી જણાવે છે કે, 5 ડિસેમ્બર 1971ના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું હતું. અને હવે તેને 47 વર્ષ થયા છે. વિજય વસંતનું નામ તેવા 54 લાપતા ડિફેન્સ પર્સનલમાં સામેલ છે. જે પાકિસ્તાનથી ક્યારેય ભારત પાછા નથી ફરી શક્યા.

દમયંતી જણાવે છે કે જૂન 2007માં યુધ્ધ બદીઓના સંબંધીઓનો એક 15 સદસ્ય ધરાવતા ડેલિગેશનને આખરે પાકિસ્તાનની કેટલીક જેલમાં જવાની પરવાનગી આપવામાં આવી પરંતુ પડોશી દેશે લાહોરની કોટ લખપત જેલને છોડતા કોઇ પણ કેદીને અમને બતાવ્યા નહિ.

રાંચી, રાવલપીંડી, સુક્કુર, ફૈસલાબાદ અને બીજા શહેરોના જેલરોએ ફક્ત કેદીઓના રેકોર્ડ જ બતાવ્યા. જોકે આ તમામ રેકોર્ડ પણ ઉર્દૂમાં હતા. આ સફર ફક્ત સમય ખરાબ કરનાર સાબિત થયો. અને તમામ લોકો પાકિસ્તાનથી નિરાશા સાથે પરત ફર્યા. જોકે દમયંતી આજે પણ કહી રહ્યા છે. કે આજે પણ તે તેમના પતિની રાહ જોઇ રહ્યા છે કે કદાચ તે પાછા આવશે.

 64 ,  3