હાં, મેં જ તેની હત્યા કરી, ના..ના એ તો જીવે છે…! ઓત્તારી..

કોઇ મર્ડર મીસ્ટરી ફિલ્મને ટપી જાય એવુ બની રહ્યું છે..

શીના બોરા હત્યાકાંડે સર્જ્યા વમળો પર વમળો…

આરોપિત માતા કહે છે- શીના જીવે છે અને કાશ્મિરમાં છે..

તો જંગલમાં ઇન્દ્રાણીએ કોની લાશ સળગાવી..?!

હાઇ પ્રોફાઇલ સોસાયટીનો કેસ બને છે વધુ રહસ્યમય..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

મર્ડર મિસ્ટરી. રહસ્યમય હત્યા. કોણે હત્યા કરી..કેમ કરી…ક્યાં કરી..શું કામ કરી..અને થોડાક સમય બાદ જેની હત્યા થઇ હોય તે સામે આવીને કહે મૈં જિંદા હું..?! તો પછી વો કૌન થી.. જિસે માર દી ગઇ…? એવા વિષય પર હોલીવુડ અને બોલીવુડ પર ઘણી ફિલ્મો બની છે. આવી કોઇ રહસ્યમય મૂવીને ટપી જાય એવા એક હાઇ પ્રોફાઇલ મર્ડર કેસમાં પોતાની પુત્રીની હત્યા કરવાના આરોપમાં જેલમાં બંધ છે એવી એક ઉંચી સોસાયટીમાં ઉઠનાર બેસનાર કોર્પોરેટ સેકટરમાં એક સમયે નામ ધરાવનાર એક માતા જેલમાંથી કાગળ લખે છે- મારી દિકરી જીવિત છે અને અમુક જગ્યાએ છે તેને શોધી કાઢો ( જેથી તેઓ જલમાંથી બહાર આવી શકે..? )

પિટર મુખર્જી, ઇન્દ્રાણી મુખર્જી, શીના બોરા…આ નામો 2010ની સાલમાં મિડિયામાં ચમકતા હતા. કેમ કે પિટર મુખર્જી પોતે મિડિયામાં હતા. સ્ટાર ટીવીના સીઇઓ હતા અને તેમની પત્ની ઇન્દ્રાણી આઇએનએક્સ ઇન્ડિયા ચેનલમાં.પિટર ઇન્દ્રાણીના બીજા પતિ હતા. ઇન્દ્રાણીએ પહેલો પતિ ત્યજીને પિટર સાથે લગ્ન કર્યા અને પોતાની સાથે ઉંમરલાયક દિકરો-દિકરી પણ લઇ આવ્યાં. પિટર પણ મોટી વયના હતા. તેને પણ સંતાનો હતા. પિટરના એક વયસ્ક પુત્ર રાહુલ મુખર્જી પિતાની બીજી પત્ની ઇન્દ્રાણીની ખૂબસૂરત દિકરી શીનાના પ્રેમમાં પડ્યો. સંબંધમાં જોઇએ તો તે તેની લોહીના સંબંધની નહીં પણ સાવકી બહેન ગણાય. સ્ટેપ સિસ્ટર. તેમના પ્રેમની જાણ પરિવારમાં થઇ અને ઉંચી સોસાયચીમાં નામ ખરાબ થશે..બદનામી થશે…કહીને શીનાને અને રાહુલને સમજાવ્યા. ન સમજ્યા અને એક દિવસ શીના ગાયબ થઇ ગઇ…

4 ડિસે.2021ના રોજ દિલ્હીની કોર્ટે પિટરના જામીન મંજૂર કર્યા શીનાની હત્યાના કેસમાંનહીં પણ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ સામે પિટરની કંપની આઇએનએક્સ મિડિયા પાસેથી લાંચ લેવાનો આરોપ છે અને તે બદલ તેમને 90 દિવસ કરતાં વધારે સમય જેલમાં રહેવુ પડ્યુ તે મની લોન્ડરીંગ કેસમાં પિટરને જામીન મળ્યા. ઇન્દ્રણી અને પિટરે આઇએનએક્સ મિડિયા નામની કંપની બનાવી હતી અને તેને મંજૂરી તથા તેમની કંપનીમાં વિદેશથી મોટુ રોકાણ આવે તે માટે તેમણે તે વખતના યુપીએ સરકારના મંત્રી નાણાંમંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિને પૈસા આપ્યા અને તે પછી કાર્તિના પિતા પી. ચિદમ્બરમે ઇન્દ્રાણી અને પિટરની કંપનીની ફાઇલ મંજૂર કરી એવા આરોપસરનો કેસ સીબીઆઇ દ્વારા પિટર, અને પૂર્વ મંત્રી અને તેમના પુત્ર સામે ચાલી રહ્યો છે.

કોઇને એમ થાય કે શીના બોરા હત્યા કેસમાં પી. ચિદમ્બરમ વળી વચ્ચે ક્યાંથી આવી ગયા…!! તો એનો જવાબ એ છે કે શીના બોરા હત્યા કેસમાં એક એવો આરોપ છે કે ઇન્દ્રાણીની દિકરી શીનાના નામે વિદેશમાં આઇએનએકસ મિડિયા કંપનીના કરોડો રૂપિયા હતા અને તેના માટે તેની હત્યા કરવામાં આવી હતી… શરૂઆતમાં આઇએનએક્સ મિડિયા કંપની શીના બોરા હત્યા કેસમાં ગૌણ હતી પણ પી. ચિદમ્બરમની ધરપકડના પહેલા અને ધરપકડ પછી આ કંપની ચર્ચામાં આવી હતી. 4 ડિસે.2021ના રોજ મની લોન્ડરીંગ કેસમાં ઇન્દ્રાણીનો બીજે પતિ પિટર મુખર્જીને જામીન મળ્યા પણ શીના બોરા હત્યા કેસના આરોપીઓમાં પિટરનું નામ પણ છે અને હજુ કેસ ચાલી રહ્યો છે 2015થી મુંબઇની ભાયખલા જેલમાં બંધ 49 વર્ષિય ઇન્દ્રાણી સીબીઆઇને 16 ડિસે.2021ના રોજ કાગળ લખે છે-જેલમાં તેની સાથે રહેલી કોઇ મહિલા કેદીએ તેને એમ કહ્યું કે શીના બોરા જીવતી છે અને તે તેને કાશ્મિરમાં મળી હતી એટલે શીના જીવે છે, તેને શોધો….!

ઇન્દ્રાણી મુખર્જી, તેનો ડ્રાઇવર અને ઇન્દ્રાણીનો પહેલો પતિ સંજીવ ખન્ના સામે એવો કેસ છે કે 24 એપ્રિલ 2012ના રોજ 25 વર્ષિય શીનાની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી અને ફિલ્મોમાં બતાવે છે તેમ તેની લાશને એક મોટી કારની પાછળની સીટ પર તે ઉંઘી રહી છે એ રીતે ગોઠવી તેની આજુ બાજુ ઇન્દ્રાણી અને ખન્ના બેઠા અને મુંબઇ નજૂીક રાયગઢના જંગલમાં લઇ જઇને સળગાવી દીધી હતી. શીના એકાએક ગાયબ થતાં તેના પ્રેમી રાહુલ પિટર મુખર્જીને શંકા ગઇ અને પોલીસને જાણ કરતાં ઇન્દ્રાણીના ડ્રાઇવરની પૂછપરછમાં આખો મામલો બહાર આવ્યો.

ઇન્દ્રાણીએ પિટર સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેણે પુખ્તવયની શીનાને પોતાની દિકરી તરીકે બતાવવાને બદલે પોતાની નાની બહેન તરીકે દર્શાવી હતી. શકય છે કે તેના કારણે પિટરના પુત્ર રાહુલે શીનાની સાથે આગળ વધ્યો હોય. પણ જ્યારે વાત હદની બહાર ગઇ ત્યારે ઇન્દ્રાણીને કહેવુ પડ્યુ હશે કે શીના તેની બહેન નહીં પણ દિકરી છે ત્યારે મામલો ભાઇ-બહેન વચ્ચેના પ્રેમનો બની ગયો…અને શીનાની હત્યાનું એક કારણ પણ બની ગયુ હશે..!

અલબત, વાસ્તવમાં શીના અને રાહુલ કાંઇ એક જ માતા- પિતાના સંતાનો નહોતા. મા અલગ બાપ અલગ. જો ઇન્દ્રાણીએ પિટર સાથે બીજા લગ્ન ન કર્યા હોત તો તેમના પ્રેમ પ્રકરણથી કોઇને વાંધો ન હોત. પણ શીનાની માતાએ પ્રેમી રાહુલના પિતા પિટર સાથે પોતાના સુખ માટે લગ્ન કર્યા એટલે તેઓ પારિવારિક સંબંધમાં ભાઇ બહેન બન્યા પણ સાવકા. અને તેમની વચ્ચેના સંબંધોને લઇને ઉંચી સોસાયટીમાં નામ ખરડાય એવી બીકે શીનાનું કામ તમામ કરી નાંખવામાં આવ્યુ હોઇ શકે.

રાયગઢના જંગલમાંથી મળી આવેલા હાડકાનાપુરાવાની ડીએનએ ફોરેન્સિક તપાસમાં પૂરવાર થયુ કે એ લાશ શીના બોરાની જ હતી. પોલીસે તેની સગી માતા ઇન્દ્રાણીના ડીએનએ સાથે પુરાવા મેચ કર્યા હતા. અને વૈજ્ઞાનિક ઢબે કરાયેલા સજ્જડ ડીએનએ તપાસમાં પૂરવાર થયું કે એ લાશ બીજા કોઇની નહી પણ તેની પુત્રીની જ હતી. એઇમ્સ દ્વારા પણ પુરાવો આપવામાં આવ્યો કે શીનાની ગળુ દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ખુદ ઇન્દ્રાણી, તેનો ડ્રાઇવર, પિટર, ખન્ના વગેરેએ કબૂલ કર્યુ હોય કે શીનાની હત્યા થઇ છે. તો પછી શીના બોરા કાશ્મિરમાં શુ કરે છે…?!!

ધારો કે એઇમ્સ વાળાને ખબર ના હોય કે શીના બોરા ઇન્દ્રણીની દિકરી છે. એઇમ્સવાળાઓએ તો એક લાશની રીતે પીએમ કરીને મરવાનુ કારણ જાહેર કર્યુ. પણ ફોરેન્સિક લેબમાં ડીએનએના પુરાવામાં સાબિત થયું કે રાયગઢના જંગલમાંથી બળેલી હાલતમાં મળી આવેલી લાશ બીજા કોઇની નહીં પણ ઇન્દ્રાણીની દિકરી શીનાની જ છે તેમ છતાં વર્ષો પછી તેની માતા જેલમાંથી દાવો કરે છે કે શીના તો જીવે છે..તને શોધી કાઢો…! શીના જીવે છે તો રાયગઢમાં ઇન્દ્રાણી એન્ડ કંપનીએ કોની લાશને સળગાવીને પુરાવાનો નાશ કર્યો..? શીના જીવે છે તો પોતાની માતાને જેલમાંથી છોડાવવા પોતાની હયાતિના પુરાવા માટે કેમ જાહેરમાં આવતી નથી..? તેને કાશ્મિરમાં મળનાર મહિલા કેદી કાશ્મિરની છે..? શું તે શીનાને ખૂબ સારી રીતે ઓળખતી હશે કે તેને જોતા જ ઓળખી ગઇ કે અરે, આ તો શીના બોરા છે અને જેલમાં જઇને ઇન્દ્રાણીને કહે છે કે તારી દિકરી તો જીવે છે અને હું તેને કાશ્મિરમાં મળી હતી…?

તારીખ પે તારીખ… તારીખ પે તારીખ..ની જેમ સવાલ કે બાદ સવાલ..સવાલ કે બાદ સવાલ…અને એક મુખ્ય સવાલ તો બને જ છે કે જો શીના જિન્દા હૈ તો વો કૌન થી જિસે રાયગઢ કે જંગંલ મેં આધી રાત કો જલા કર જીસે ઇસ દુનિયા સે હમેશા કે લિયે મિટા દી ગઇ..??

 47 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી