શીલા દીક્ષિતે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કહ્યું, ‘AAP’ સાથે થશે નુકસાન’

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રસની વચ્ચે લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધનને લઇને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની સ્થિતિ સ્પષ્ટ કરવા અપીલ કરી છે. જેથી દિલ્હીમાં કોંગ્રેસમાં ભ્રમ ન ફેલાય.

આ ઉપરાંત શીલા દીક્ષિતે કોંગ્રેસ નેતા પીસી ચાકો દ્વારા દિલ્હીમાં કરાવવામાં આવેલા સર્વે અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે. એક તરફ આમ આદમી પાર્ટીએ દિલ્હીની બધી બેઠકો પર સાત ઉમેદવારો ઉતાર્યા છે અને ચૂંટણી અભિયાન શરૂ કર્યું છે. તો હવે બીજી તરફ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિત અને ત્રણ કાર્યકારી અધ્યક્ષોએ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ગઠબંધન વિરુદ્ધ પત્ર લખ્યો છે.

દિલ્હી કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે, ‘દીક્ષિત અને કાર્યકારી અધ્યક્ષોએ કૉંગ્રેસ પ્રમુખને વિનંતી કરી છે કે તેઓ ‘આપ’ સાથે ગઠબંધન કરે નહીં કેમ કે તે ભવિષ્યમાં પાર્ટીને નુકસાન પહોંચાડશે. તેઓએ પાર્ટીની શક્તિ એપ્લિકેશન દ્વારા કરેલા ફોન સર્વેક્ષણ પર પણ વાંધો ઉઠાવ્યો છે. આ સર્વે દિલ્હી કોંગ્રેસના એઆઈસીસી પ્રભારી પીસી ચાકોએ કરાવ્યો હતો. સર્વેક્ષણમાં દિલ્હી કોંગ્રેસના આશરે 52,000 કાર્યકર્તાઓનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો કે શું પાર્ટીએ આપ સાથે ગઠબંધન કરવું જોઇએ કે નહીં.

 116 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી