September 21, 2020
September 21, 2020

રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાને કર્યો ગોળીબાર, સેનાના JCO શહીદ

પાકિસ્તાને આ વર્ષમાં 2700થી વધુ વખત સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન

કોરોનાકાળમાં પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું હોય તેમ તેમ ફરી એકવાર સરહદ પર યુદ્ધ વિરામનો ભંગ કરી ગોળીબારી કરી હતી. ગોળીબારમાં સેનાના નાયબ સુબેદાર શહીદ થયા છે.

મળતી માહિતી મુજબ શનિવારથી પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી પૂંછ અને રાજૌરીના જુદા જુદા સેક્ટરમાં સતત ફાયરિંગ કરી રહ્યું છે. ત્યારે રવિવારે ફરી એકવાર, પાકિસ્તાને રાજૌરીના નોશેરામાં ફાયરિંગ કર્યું હતું, જેમાં સેના JCO શહીદ થયા છે. તો બીજી તરફ ભારતીય સેના પણ તેનો મુહતોડ જવાબ આપી રહી છે.

ભારતીય સેનાના પીઆરઓ (ડિફેન્સ) લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારમાં નાયબ સૂબેદાર રાજવિંદરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેમનું મોત થયું હતું.

રાજૌરી સેક્ટરમાં LoC પર ગત મહિને પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયા હતા. આ જવાન હિમાચલ પ્રદેશના હમીરપુરનો રહેવાશી હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાને આ વર્ષે 2700થી વધુવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ગત વર્ષે તેની સંખ્યા 3168 અને 2018માં 1629 હતી. આ દરમિયાન 21 નાગરિકોના મોત થયા છે અને 94 ઘાયલ થયા છે.

 48 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર