WC-2019: ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, શિખર ધવન વિશ્વકપમાંથી બહાર

વિશ્વ કપ 2019મા શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓપનર શિખર ધવન અંગુઠાની ઇજાના લીધે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની બહાર થઇ ગયો છે. તેને આ ઇજા ઓસ્ટ્રેલિયા સામેની વખતે 9 જૂનના રોજ ઓવલ ખાતે થઇ હતી.

શિખર ધવનના સ્થાને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એક્સ-રેમાં ફ્રેક્ચર ન આવ્યું પરંતુ સીટી સ્કેલનથી ખ્યાલ આવ્યો કે ધવનને હેરલાયન ફ્રેક્ચર છે. યુવા વિકેટકીપર રિષભ પંતને પહેલા ધવનના કવરના રૂપમાં ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યો છે. તે માનચેસ્ટર પહોંચ્યો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા ટીમ સાથે જોડાઈ ગયો હતો.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી