વિશ્વકપમાંથી બહાર થતાં ભાવુક થયો ધવન, વીડિયો પોસ્ટ કરીને કહ્યું ‘અલવિદા’

વિશ્વ કપ 2019મા શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓપનર શિખર ધવન અંગુઠાની ઇજાના લીધે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની બહાર થઇ ગયો છે. તેને આ ઇજા ઓસ્ટ્રેલિયા સામેની મેચ વખતે 9 જૂનના રોજ ઓવલ ખાતે થઇ હતી.

વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શિખર ધવને ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. ધવને વીડિયોમાં કહ્યું, ‘તે જણાવતા હું ભાવુક છું કે હું બવે વિશ્વકપ 2019મા ટીમ ઈન્ડિયાનો ભાગ રહીશ નહીં. દુર્ભાગ્યથી મારો અંગૂઠો સમય પર ઠીક ન થયો. પરંતી ટૂર્નામેન્ટ ચાલું રહેવી જોઈએ… હું મારી ટીમના સાથિઓ, ક્રિકેટ પ્રેમિઓ અને દેશભરના પ્રેમ અને સમર્થન માટે આભારી છું.’

તેણે આગળ કહ્યું હતું કે ટીમ હાલ સારું પ્રદર્શન કરી રહી છે અને આગળ પણ આવું જ પ્રદર્શન કરશે તેવી આશા છે. આશા છે કે વર્લ્ડ કપ પણ જીતીશું. અમારા માટે પ્રાર્થના કરતા રહો. તમારી દુવાઓ અમારા માટે ઘણી જરુરી અને ખાસ છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી