શિખર ધવને ઈજા બાદ પ્રથમ વાર બેટ ઉપાડીને કરી આ ચેલેન્જ પૂરી, Video

ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપ દરમિયાન અંગૂઠામાં ઇજાના લીધે ટૂર્નામેંટથી બહાર થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ દરમિયાન તેમના અંગૂઠા પર પેટ કમિંસનો બોલ લાગ્યો હતો. ઇજા બાદ પણ શિખર ધવને રમવાનું ચાલુ રાખ્યું હતું અને ટીમને જીત અપાવી હતી.

હાલમાં ધવને ફરી એકવાર બેટ ઉપાડી લીધું છે. તેમણે એક ટ્વિટ દ્વારા તેની જાણકારી આપી. વેસ્ટઇંડીઝ પ્રવાસ પહેલાં ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે આ રાહતના સમાચાર છે.

શિખર ધવને ટ્વિટર પર એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે જેમાં તે નેટ અભ્યાસ કરતાં જોવા મળી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ધવને બોટલ કેપ ચેલેંજ લીધી છે. તેમણે યુવરાજ સિંહ દ્વારા આપવામાં આવેલી બોટલ કેપ ચેલેન્જને પુરી કરતાં મિડ ઓફ પર ડ્રાઇવ લગાવી.

તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું ”યુવી પાજી, આ રહી મારી બોટલ કેપ ચેલેંજ! આ પહેલીવાર છે કે જ્યારે હું મારી ઇજા બાદ મારું બેટ ઉપાડ્યું છે… પરત કરીને સારું લાગી રહ્યું છે.” આના પર યુવરાજે પણ જવાબ આપ્યો, ‘શૉટ જટ્ટ જી…’

અત્યાર સોશિયલ મીડિયા પર ‘બૉટલ કેપ ચેલેન્જ’ ખૂબ ચાલી રહી છે. આ ચેલેન્જ લેનારાએ હાથ લગાવ્યા વિના બોટલનું ઢાંકણું ખોલવાનું હોય છે. ઘણા જાણીતા સેલિબ્રિટીઝોએ આમાં ભાગ લીધો છે, જેમાં ક્રિકેટરોનો પણ સમાવેશ કરવામાં આવે છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી