ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝાટકો, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

વર્લ્ડ કપ 2019ની બીજી મેચમાં સદી ફટકારનાર શિખર ધવન પાસેથી ટીમ ઇન્ડિયાને ઘણીબધી આશા હતી. પરંતુ ભારતીય ફેન્સ માટે આ સારા સમાચાર નથી. ઓસ્ટ્રેલિયા સામેના મેચમાં શિખર ધવને સદી ફટકારી, પરંતુ તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં રમી રહ્યા હતા.

કુલટર-નીલ ની બોલિંગમા ધવન ને બાઉન્સર બોલ પર ડાબા અંગુઠા પર ઇજા પહોંચી હતી. તેઓ ના બદલે રવિન્દ્ર જાડેજા ફિલ્ડ પર ઉતર્યો હતો. ઇજાગ્રસ્ત હોવા છતાં તેઓએ 117 રન ફટકાર્યા હતા.

શિખર ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠા પર ઇજા થતાં ત્રણ અઠવાડિયા માટે ટીમ ઇન્ડિયામાંથી બહાર કરાયો છે. ધવન ત્રણ વીક સુધી નહીં રમી શકે. એટલે કે 13 જૂને ન્યૂઝીલેન્ડ અને 16 જૂને પાકિસ્તાન સામે રમાનારી બે મોટી મેચો પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સામે હવે સૌથી મોટો પડકાર ધવનના વિકલ્પને લઈને છે. આમ તો ટીમની પાસે કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક જેવા બેટ્સમેન છે

ટીમ ઈન્ડિયામાં હવે શિખર ધવનના સ્થાને પંત પણ ઓપનિંગની જવાબદારી સંભાળી શકે છે. પંત રિઝર્વ પ્લેયર્સમાં સામેલ છે. પંતે એટલા માટે પણ વિરાટની પસંદ હોઈ શકે છે કારણ કે પંત આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તેનું હાલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

 11 ,  1