દહેગામ : પાટનાકુવામાં પૂન:નિર્મિત ભગવાન શ્રી રામના મંદિર ખાતે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સમગ્ર ગામમાં ‘જય સિયારામ’ના નાદ ચોમેરગુંજી ઉઠ્યા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટનાકુવા ગામે ભગવાન શ્રી રામના મંદિરે શિખર પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરે હવન સાથેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભવન તેમજ શિખર પ્રતિષ્ઠા, બટુક ભોજન, સત્સંગ તેમજ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું.

પાટનાકુવા ગામમાં આવેલું ભગવાન શ્રી રામનું મંદિર આશરે 400 વર્ષ જુનું હોવાનું મનાયા છે. પૂન: નિર્મિત મંદિર ખાતે શિખર પ્રતિષ્ઠા, દ્વજારોહણ ઉત્સાહભેર યોજાયું હતું. આ પ્રસંગે ભગવાન શ્રી રામની નાચગાન બેન્ડ વાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યુવાધન દ્વારા શોભાયાત્રામાં ગરબાની રમઝટ જમાવાઇ હતી.

ભગવાન રામના મંદિરને સુંદર લાઇટો અને ફુલો તોરણોથી શુશોભીત કરવામાં આવ્યું હતું. સવારે પ્રસાદ વાસ્તુવિધિથી શિખર પ્રતિષ્ઠાનો શુભ પ્રારંભ થયો હતો, ત્યારબાદ નારાયણ યજ્ઞ, કથા, શિખરપૂજન તેમજ સ્નપન વિધિ બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર અને ભક્તોના માનવમહેરામણ વચ્ચે પુર્ણ થયું હતું.

400 વર્ષ પહેલા તુળજા ભવાની માતા સ્વયંભૂ પ્રગટ થયા હતા

પાટનાકુવા ગામમાં શ્રી તુળજા ભવાની માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિર આવેલુ છે. જે આશરે 400 વર્ષથી પણ જૂનું અને ઐતિહાસિક છે અને અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. આ મંદિર પર લોકોની એટલી શ્રદ્ધા છે કે ગામના કોઈ પણ યુવાનને જો નોકરી મળે તો તેને માતાજીનો આશીર્વાદ માની પહેલો પગાર માતાજીને અર્પણ કરવામાં આવે છે. પાટનાકુવા વહાલસોયી માતા જેવી ધરતીની છાતીને વળગેલ બાળક સમાન વર્ષોથી મા તુળજા ભવાનીના સાંનિધ્યમાં બેઠું છે. અહીંયાં દર પૂનમે હવન,  પૂજન-અર્ચન થાય છે સાથે સાથે સાંજે મંદિરમાં મહાઆરતીનું આયોજન પણ થાય છે.

 153 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી