Video: મારી મર્લિન મુનરો મોમેન્ટ પોઝ આપતી વખતે ઉડ્યો શિલ્પા શેટ્ટીનો ડ્રેસ

બોલિવૂડ હીરોઈન શિલ્પા શેટ્ટી આજકાલ પરિવાર સાથે યુરોપની ટ્રિપ પર છે. તે ક્રુઝ પર છે. દીકરો અને પતિ પણ સાથે વેકેશનની મજા લઈ રહ્યાં છે. શિલ્પા શેટ્ટીની બહેન પણ સાથે જ છે અને હોલિ ડે પર પણ શિલ્પા પોતાની ફિટનેશનું ધ્યાન રાખી રહી છે.

હોલિડે દરમિયાન તે એક ક્રૂઝ પર પહોંચી હતી અને તેનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા ક્રૂઝ પર હવાની મજા લઈ રહી હતી અને પોઝ આપી રહી છે ત્યારે જ તેનો ડ્રેસ હવામાં ઉડવા લાગે છે. શિલ્પાએ તેનો ડ્રેસ તરત સંભાળી લીધો હતો.

શિલ્પાએ પણ આ પોસ્ટ લખતા જણાવ્યું કે આ છે મારી “મારી Marilyn Monroe મુમેન્ટ”. આ વીડિયોને જુઓ અને આ લખવા પાછળનું કારણ તમને સમજાય જશે. શિલ્પાએ તોજેતરમાં જ સુપર ડાન્સર ચેપ્ટર 3નું શૂટિંગ પૂરું કર્યું છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી