શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા પર 1.5 કરોડનો છેતરપિંડીનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો..

પોલીસ ટૂંક સમયમાં પૂછપરછ કરે તેવી શક્યતા

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેનપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ દિવસે-દિવસેને વધારો થઈ રહ્યો છે. પોર્ન પ્રકરણમાં ફસાયા બાદ કુંદ્રા છેતરપિંડીના આરોપમાં ફસાયા છે એટલું જ નહી શિલ્પા શેટ્ટી પણ આ મામલે ઘેરાઈ છે. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની સામે છેતરપિંડીનો કેસ નોંધાયો છે.

પ્રાથમિક માહિતી મુજબ, નીતિન બરાઈ નામના શખ્સે શિલ્પા શેટ્ટી અને પતિ કુંદ્રા વિરુદ્ધ છેતરપિંડીની એફઆઈઆર નોંધાવી છે. શખ્સે બાંદ્રા પોલીસને જણાવ્યું છે કે વર્ષ 2014થી શિલ્પા અને રાજ એક પેઢી દ્વારા તેની સાથે છેતરપિંડી કરી રહ્યાં છે.

ફરિયાદ મુજબ, જુલાઈ 2014થી લઇને અત્યાર સુધી મેસર્સ એસએફએલ પ્રાઈવેટ કંપનીના ડાયરેકટર શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા, કાશિફ ખાન, દર્શિત શાહ અને તેના સાથીદારોએ નીતિન બરાઈ સાથે છેતરપિંડી કરી છે. બરાઈની ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા સહિત અન્ય આરોપીઓ સામે IPC ની કલમ 406, 409, 420, 506, 34 અને 120 (B) હેઠળ કેસ નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરી દીધી છે. મુંબઈ પોલીસ આ મામલે ટૂંક સમયમાં આરોપીઓ સાથે પૂછપરછ કરી શકે છે. રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટીનો પક્ષ જાણવા માટે પોલીસ ટૂંક સમયમાં તેનો સંપર્ક કરી શકે છે.

શું છે મામલો

બરાઈએ પોલીસને જણાવ્યું કે તેને કહેવામાં આવ્યું કે જો તે તેની કંપનીની ફ્રેન્ચાઈઝી લેશે અને પુણેના કોરેગાંવ વિસ્તારમાં સ્પા અને જીમ ખોલશે તો તેને મોટો ફાયદો થશે. બરાઈએ ત્યારબાદ 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ. ત્યારબાદ બરાઈના રૂપિયાનો આરોપીઓએ પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો અને જ્યારે બરાઈએ તેના રૂપિયા પાછા માંગ્યા તો તેને ધમકી આપવામાં આવી.

મહત્વનું છે કે, અશ્લિલ ફિલ્મોના કેસના આરોપી રાજ કુંદ્રા જામીન પર જેલમાંથી બહાર આવ્યાં બાદ હિમાચલમાં શિલ્પા શેટ્ટી સાથે જોવા મળ્યા હતા. રાજે અહીં મીડિયા સાથે વાતચીત કરવાનુ ટાળ્યુ હતુ. ત્યારબાદ રાજ કુંદ્રા બાંદ્રાની એક ટોય શોપ બહાર પણ દેખાયા હતા.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી