શિલ્પા શેટ્ટી -રાજ કુંદ્રાએ શર્લિન ચોપરા પર કર્યો 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ

શર્લિનને બીજી FIR કરવી ભારે પડી

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાએ તાજેતરમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે સેક્સુઅલ હેરસમેન્ટનો કેસ દાખલ કર્યો હતો. તેના પર છેતરપિંડીનો આરોપ પણ હતો. હવે આ મામલે શિલ્પા અને રાજ તરફથી પ્રતિક્રિયા આવી છે. દંપતીએ હવે શર્લિન ચોપરા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. શિલ્પા અને રાજે શર્લિન સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ સાથે દંપતીએ શર્લિન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને બનાવટી અને ખોટા ગણાવ્યા છે.

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં છે. રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યો હતો. તે હાલ જામીન પર બહાર આવ્યો છે. રાજ કુંદ્રાની ધરપકડને લઈને અત્યાર સુધી શર્લિન ચોપડા તેના પર ગંભીર આરોપ લગાવી ચુકી છે. હવે તેણે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.

શર્લિનએ રાજ અને શિલ્પા પર છેતરપિંડી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા કેસ દરમિયાન પણ ઘણા આરોપોનો સામનો કર્યો છે. તેને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો હતો. જેના વિશે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી