September 18, 2020
September 18, 2020

જાપાનના PM શિંજો આબે આપ્યું રાજીનામું, લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેવાનો રકૉર્ડ

 

શિન્જો આબેના રાજીનામાની અટકળોની વચ્ચે જાપાનના શૅર બજાર ધરાશાયી

જાપાનના વડાપ્રધાન શિન્જો આબે શુક્રવારે નાદુરસ્ત તબિયતને રાજીનામાની જાહેરાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી બિમારી હોવાને કારણે જાપાનના વડાએ પદ છોડ્યું છે. આબેનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021માં પૂર્ણ થવાનો હતો. PM મોદીનાખાસ મિત્ર શિંજો આબેએ સોમવારે જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેવાનો રકૉર્ડ તોડી ચૂક્યા હતા.

તો બીજી તરફ શિન્જો આબેના રાજીનામાની અટકળોની વચ્ચે જાપાનના શૅર બજાર ધરાશાયી થઈ ગયા છે.

કોરોના વાઇરસની મહામારીમાં કામગીરી મામલે વડા પ્રધાન શિંજો આબેની ટીકા થઈ રહી હતી. તે સિવાય તેમના પક્ષના સભ્યો પર લાગેલા સ્કૅન્ડલના આરોપોને કારણે પણ તેમના પર સતત આરોપો થતા હતા.

65 વર્ષીય શિન્જો આબે એક સપ્તાહની અંદર બે વાર હૉસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા છે. તબિયતને લઇ તેઓ કામ પર ધ્યાન નથી આપી શકતા. ત્યારે આબેએ પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. શિન્જો આબેએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિન્જો આબે 2012થી જાપાનના વડાપ્રધાન છે અને ભારતના બુલેટ પ્રોજેક્ટમાં તેમની અને મોદીની વ્યક્તિગત મિત્રતા પણ ફળદાયી સાબિત થઈ છે.

 34 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર