HCL ટેકનોલોજીના MD પદેથી શિવ નાડરની વિદાય, જાણો કોને જવાબદારી સોંપાઇ

શિવ નાડરે અન્ય સાત વ્યક્તિઓ સાથે મળીને વર્ષ 1976માં HCL ગ્રૂપની કરી હતી સ્થાપના

શિવ નાડર એચસીએલ ટેકનોલોજીના મેનેજિંગ ડિરેક્ટરથી હવે વિદાય થઇ રહ્યા છે. શિવ નાડર આ આઇટી કંપનીના સહ-સ્થાપક છે અને તેમણે 19, જુલાઇ, 2021થી કંપનીનું એમડી પદ છોડ્યુ છે. અલબત તેઓ કંપનીના બોર્ડમાં માનદ અધ્યક્ષ અને સ્ટ્રેટેજીક એડવાઇઝર તરીકે યથાવત્ રહેશે.

ઉલ્લેખનિય છે કે, શિવ નાડરે અન્ય સાત વ્યક્તિઓ સાથે મળીને વર્ષ 1976માં એચસીએલ ગ્રૂપની સ્થાપના કરી હતી. કંપનીએ બીએસઇને કરેલા ફાઇલિંગમાં જણાવ્યુ કે, શિવ નાડર, કંપનીના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર, 76 વર્ષની વય પૂર્ણ કરતા, 19 જુલાઇ, 2021ના રોજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યુ છે.

કંપનીએ નિવેદનમાં જણાવ્યુ કે, સીઇઓ સી. વિજયકુમારની હવે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગત વર્ષે શિવ નાડરની પુત્રી શિવ નાડર મલ્હોત્રાની ચેરપર્સન તરીકે નિમણુંક કરાઇ હતી.    શિવ નાડરના નેતૃત્વ હેઠળ છેલ્લા 45 વર્ષમાં કંપનીએ સ્ટાર્ટઅપ્સથી ગ્લોબલ આઇટી કંપની બનવામાં સફળતા હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીની આવક 10 અબજ ડોલરે પહોંચી ગઇ હતી.    

 17 ,  1