શિવસેના-ભાજપના સંબધો ભારત-પાકિસ્તાન જેવા નહી, આમિર-કિરણ જેવા: સંજય રાઉત

શિવસેના અમારું દુશ્મન નથી, વૈચારિક મતભેદ: પૂર્વ CM ફડણવીસ

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ ફરી એક વખત એક થશે એવી અટકળો ચાલી રહી છે આ સ્થિતિ વચ્ચે શિવસેનાએ કહ્યું કે, અમારો સંબંધ ભારત-પાકિસ્તાન જેવો નથી પરંતુ અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ જેવો છે. ભાજપ સાથે પરત ફરવાની અટકળો પર શિવસેનાના નેતા સંજય રાઉતે બંને પક્ષોના સંબંધોની તુલના અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ બંનેએ છૂટાછેડાની ઘોષણા કરી છે, પરંતુ મિત્રો રહેશે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે ‘અમે ભારત-પાકિસ્તાન નથી. આમિર ખાન અને કિરણ રાવને જોવો તે પ્રકારનો સંબંધ છે. અમારે (શિવસેના-ભાજપ) અલગ અલગ રાજકીય માર્ગ છે પરંતુ મિત્રતા કાયમ રહેશે.

મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે. બે દિવસના આ વિશેષ સત્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના એક નિવેદને રાજ્યના રાજકારણમાં હલચલ વધારી દીધી છે. રવિવારે દાદર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં ફડણવીસે કહ્યું હતું કે શિવસેના અમારું દુશ્મન નથી, વૈચારિક મતભેદ છે.

મહારાષ્ટ્ર ભાજપા અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે પણ શિવસેના અને ભાજપ ફરી એક સાથે આવવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

 83 ,  1