અયોધ્યામાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું, જલ્દી બનશે રામ મંદિર

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની સાથે પાર્ટીના 18 સાંસદોએ રામલલાના દર્શન કર્યા. તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ સાથે હતા. ઉદ્ધવ ઠાકરે સાત મહિનામાં બીજી વખત અયોધ્યા ગયા છે. આ દરમિયાન ઉદ્ધવે વડાપ્રધાન મોદીને જલદીથી રામ મંદિર તૈયાર કરવાની માગ કરી. ઉદ્ધવે કહ્યું કે રામ મંદિર શિવસેના જ નહીં, પરંતુ દેશના હિંદુઓની આસ્થાનો પ્રશ્ન છે.

રામલલાના દર્શન કર્યા બાદ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે તેમને વારંવાર અયોધ્યા આવવાનું મન કરે છે. ઠાકરેએ કહ્યું કે, રામ મંદિર ચૂંટણી મુદ્દો નથી. તેમણે કહ્યું કે રામ મંદિર પર સરકાર કોઇ નિર્ણય લે છે તો કોઇ રોકનાર નથી. જણાવી દઇએ કે, 7 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઠાકરે અયોધ્યા પહોંચ્યા. આ પહેલા લોકસભા ચૂંટણી જીતની મન્નત માગવા માટે ઠાકરેએ રામલલાના દર્શન કર્યા હતા.

 10 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર