શિવસેનાએ લોકસભા ચૂંટણી માટે ર૧ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ર૦૧૭ મા એર ઇન્ડીયાના કર્મચારીને ચપ્પલથી મારવાને લઇ ચર્ચામા આવેલા ઉસ્માનાબાદના સાંસદ રવિન્દ્ર ગાયકવાડને ટીકીટ આપવામાં નથી આવી. જોકે પાર્ટીએ પોતાના અન્ય મૌજુદા ૧૭ સાંસદોને ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે.
ઉલ્લેખનિય છે કે, સાંસદ રવિન્દ્ર ગાયકવાડે એરલાઈન્સના કર્મચારી સાથે મારપિટ કરી ચર્ચામાં આવ્યા હતા. તે દિલ્હીના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રવિન્દ્ર ગાયકવાડ સામે માર મારવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. એટલું જ નહીં, ફરિયાદ બાદ સાંસદ રવિન્દ્ર યાદવની હવાઈ મુસાફરી પર રોક પણ લગાવી દીધી હતી. જો કે આ મામલાના પડઘા સંસદમાં પણ પડ્યા હતા.
136 , 3