કાશ્મીરની હાલત પર દુઃખી થયા રાઉત, કહ્યું – સર્જિકલ સ્ટ્રાઈક કરો…

પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સરકાર અસમર્થ: સંજય રાઉત

જમ્મુ કાશ્મીરમાં બિનમુસ્લિમ પ્રવાસી મજૂરોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જેના પગલે હવે બિહારી મજૂરો રાજ્ય છોડવા મજબૂર બન્યા હતા. કશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાની ઘટનાઓ વધી છે. આ અંગે શિવસેના સાંસદ સંજય રાઉતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોથી કશ્મીરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. આતંકવાદ ફરી વધ્યો છે. કલમ 370 હટાવ્યા બાદ પણ પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી.

કાશ્મીરી પંડિતો, બિહારી મજૂરો જેવા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. તેની જવાબદારી ગૃહ મંત્રાલય અને કેન્દ્ર સરકારની છે. વધુમાં કહ્યુ કે, પાકિસ્તાનને માત્ર ધમકી આપવાથી કામ નહીં ચાલે. ચીને લદ્દાખમાં પણ ઘૂસણખોરી કરી છે. તેના પર પણ સર્જિકલ સ્ટ્રાઈક કરીને બતાવો.

સંજય રાઉતે કહ્યું કે, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ દેશને જણાવવું જોઈએ કે જમ્મુ -કશ્મીર અને લદ્દાખમાં શું સ્થિતિ છે. આ શબ્દોમાં શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કાશ્મીર સહિત લદ્દાખમાં પરિસ્થિતિને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં અસમર્થ હોવાનો આરોપ લગાવ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ મેચને લઇ આપ્યું નિવેદન

જ્યારે પત્રકારોએ સંજય રાઉતને પૂછ્યું કે, કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, શું ભારતે પાકિસ્તાન સાથે ટી -20 વર્લ્ડ કપ મેચ રમવી જોઈએ? આ સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું હતું કે, સરકાર તેની રાજકીય સગવડ મુજબ નિર્ણયો લે છે. અમે પહેલાથી જ કહી રહ્યા છીએ કે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખો. કાશ્મીરમાં પરિસ્થિતિઓ ક્યારેય સામાન્ય નહોતી. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ હતો. સ્થાનિક નેતાઓ નજરકેદ હતા. તેથી જ ઘણી વસ્તુઓ બહાર આવી નથી.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી