અમદાવાદ સહિત રાજ્યભરમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

હજારો ભાવિક ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી

આજે મહાશિવરાત્રીને લઇ સમગ્ર દેશ શિવમગ્ન બન્યું છે. કહેવાય છે કે આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. શિવરાત્રી વિશે વિવિધ વાર્તાઓ છે. આ દિવસે મંદિરોમાં શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે.

સમગ્ર શિવાલયો વહેલી સવારથી હર હર… મહાદેવના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા. જયારે મહારાત્રી એવી મહાશિવરાત્રી એ ચાર પ્રહરની પૂજા વિશેષ ભક્તિભાવ પૂર્વક યોજાશે. ભક્તો બિલીપત્ર, શેરડીનો રસ,પંચામૃત, કાળાતલ, આમળા, ધતૂરાનું ફુલ ભગવાન શિવને અર્પણ કરી આરાધના કરશે.

ગુજરાત સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રિનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. શિવભક્તો વહેલી સવારથી જ મંદિરોમાં ભોળાનાથના દર્શન અને અભિષેક માટે લાઇન લગાવી છે. અમદાવાદમાં વૃદ્ધો સહિત તમામ ઉંમરના લોકો તેમના ઘરની આસપાસ આવેલા મંદિરમાં મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે. અમદાવાદના નિર્ણયનગરમાં બરફના શિવલિંગને જોવા અને દર્શન કરવાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા.

શિવરાત્રિએ ભાવિકો માટે સોમનાથ મંદિરનાં દ્વાર સળંગ 42 કલાક ખુલ્‍લાં રહેશે

આજે શિવરાત્રિના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે ચડ્યા હતા. આ પ્રસંગે દાદાનો શણગાર જોવા દૂર-દૂરથી લોકો આવ્યા હતા. હજારો ભાવિક ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી ગયા હતાં. શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર શિવરાત્રિ પર્વે સવારે 4થી લઇને સતત 42 કલાક માટે ભક્તજનો માટે ખુલ્લું રહેશે.

 18 ,  1