શ્લોકા મહેતાના વેડિંગ ડ્રેસ વાયરલ, લાખો લોકોએ જોયા ફોટા

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચના રોજ લગ્નના પવિત્ર બંધનમા બંધાઈ ગયા છે. ત્યારે લગ્ન બાદ શ્લોકાની દુલ્હન જોડામા કેટલીક તસવીર સામે આવી છે, આ તસવીરમા શ્લોકા રાજકુમારી જેવી સુંદર દેખાય રહી છે.

અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકાની સોળે શ્રિગાંરથી સજેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શ્લોકા મહેતાએ મશહૂર ફેશન ડિઝાઈનર અબૂ જાની-સંદિપ ખોસલા દ્ધારા ડિઝાઈન કરવામા આવેલી લાલ ચોલી પહેરી હતી.

આ ચોલીમા હેન્ડ એંબ્રોયડરી કરવામા આવેલી છે. આ ચોલીમા જરદોજી કટવર્ક કરવમા આવ્યુ. દુપટ્ટાના બોર્ડરમા મોટિકનો ઉપયોગ કરવામા આવ્યો. જેથી દુપટ્ટાનો ક્લાસી લુક મળ્યો.

તેમની સાથે જ શ્લોકાએ હેવી કુંદન અને ગ્રીન એમરોલ્ડ જ્વેલરી પહેરી હતી. તેમજ ગળામા ચોકર નેકપીસના સાથે રાણી હાર પહર્યો. જે તેમને પરફેક્ટ લુક આપી રહ્યો હતો.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી