સીએમ થયા પછી રાવતને ખબર પડી – મહિલાઓ પહેરે છે ફાટેલી જીન્સ…

સીએમએ મહિલાઓના ફાટેલા જિન્સ પહેરવાને ગણાવ્યું અયોગ્ય

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત તેમના નિવેદનથી હાલ ચર્ચામાં છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મહિલાની જિન્સ પર કમેન્ટ કરી છે. તેમણે કહ્યું કે, “ફાટેલી જિન્સ પહેરે છે મહિલા, શું આ સંસ્કાર છે” બાળ સંરક્ષણ અધિકાર આયોગની કાર્યશાળાને સંબોધિત કરતા સીએમ રાવતે જણાવ્યું કે મહિલાઓ ફાટેલા જિન્સ પહેરી રહી છે તેથી સમાજમાં ખોટો દાખલો બેસી રહ્યો છે. આનાથી બાળકોમાં કેવા સંસ્કાર આવે છે તે આપણે વિચારવું જોઈએ. 

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ અવસરે એક પ્રસંગ સંભળાવતા ફાટેલી જિન્સની ફેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “એકવાર તે પ્લેનમાં મુસાફરી કરી રહ્યાં હતા આ સમયે તેમની સાથે એક બાળક સાથે માતા હતી. આ મહિલાએ ફાટેલી જિન્સ પહેર્યું હતું. મેં તેમને પૂછયું કે, ક્યાં જવું છે? તો તેમણે કહ્યું કે, દિલ્લી જઇ રહ્યું છું. મારો પતિ જેએનયૂમાં પ્રોફેસર છે અને હું એક એનજીઓ ચલાવું છું. આ સમયે મેં વિચાર્યું કે, એક ફાટેલું જિન્સ પહેરેલી આ મહિલા સમાજમાં કેવી સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર કરતી હશે, જ્યારે અમે શાળામાં જતાં હતા આવો માહોલ ન હતો”

વધુમાં રાવતે એવું પણ જણાવ્યું કે આપણા દેશના યુવાનો નશાના રવાડે ચડી રહ્યાં છે. યુવાનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. યુવાનોને નશામુક્તિમાંથી બહાર લાવવા ફક્ત સરકારી પ્રયાસોથી કામ નહીં ચાલે તેને માટે સામાજિક સંગઠનો, સંસ્થાઓ અને સમાજના પ્રતિષ્ઠિત લોકોએ આગળ આવવું પડશે. 

 59 ,  1