September 18, 2021
September 18, 2021

જુહાપુરામાં યુવકના મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો

સંભોગ માટે કોન્ડોમને બદલે ફેવિક્વિક લગાવતા જીવ ગયો હતો

શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા સલમાન નામના યુવકની એક કચરા પેટી પાસે લાશ મળી આવવાના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેના ગુપ્ત ભાગમાં ફેવિક્વિક લગાવેલી હતી. શારિરીક સંબંધની સલામતી માટે સલમાનના પ્રાઇવેટ પાર્ટ પર ફેવિક્વિક જેવો પદાર્થ લગાવીને સીલ કરી દીધો હતો. જેના કારણે દર્દનાક મોત થયું હતું.

જુહાપુરા વિસ્તારમાં ફતેહવાડીમાં રહેતા 25 વર્ષનાં સલમાન મિરઝાનું રહસ્યમય મોત થતાં ચકચાર મચી ગઇ હતી. ગત રોજ સલમાનનો મિત્ર તેને બેહોશ હાલતમાં ઘરે લઈ આવ્યો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, સલમાન ડ્રગ્સ લીધુ છે, નશો ઉતરશે એટલે સારો થઈ જશે. દીકરાના સાજા થવાની રાહ જોઈ રહેલા માતાપિતા કંઈ સમજે તે પહેલા તો સલમાનનુ મોત નિપજ્યુ હતું. ગુપ્તાંગમાં ફેવિક્વિક લાગેલી હોવાથી તેને પેશાબ પણ થતો ન હતો. સવારે ઊલટીઓ થતા પરિવાર તેને સોલા સિવિલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું. 

પોલીસ તપાસમાં ખૂલ્યું કે, સલમાન અને તેની પૂર્વ મંગેતર બંને ડ્રગ્સનાં બંધાણી હતા. તેઓ જુહાપુરાની એક હોટલમાં ગયા હતા, ત્યાં તેઓ શારિરીક સંબંધ માટે કોઇ સલામતીના સાધન જેમકે કોન્ડમ લઇ ગયા ન હતા. જેથી તેણે સલમાનના પ્રાઇવેટ પાર્ટ પર ફેવિક્વિક લગાવી દીધું હતું.

સમગ્ર મામલે પોલીસે તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. સાથે જ પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, જે હોટલમાં સલમાને ડ્રગ્સ લીધુ હતું ત્યાં બે યુવતીઓ પણ હતી. જેથી પોલીસે આ યુવતીઓ કોણ છે તે જાણવા હોટલના સીસીટીવી ચકાસ્યા હતા. સીસીટીવીમાં સલમાન બે યુવતીઓ સાથે એક્ટિવા પર આવતો દેખાયો હતો. જેમાં સલમાન અને એક યુવતી હોટલની અંદર ગયા હતા, જ્યારે બીજી યુવતી એક્ટિવા લઈને જતી રહી હતી.

 156 ,  1