મોરબીમાં વૃદ્ધની હત્યાના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો..

પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા શરૂ કરી તપાસ

મોરબીમાં પાડોશીએ જ ચોરીના ઈરાદે વૃદ્ધની હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ભારે ચકચાર મચી ગઈ છે. વૃદ્ધની એકલતાનો લાભ લઈ પડોશી યુવાન ચોરીના ઈરાદે ઘરમાં ધૂસ્યો હતો. પડોશી યુવાન ઘરમાં પ્રવેશીને વૃદ્ધ સાથે ઝપાઝપી દરમિયાન તિક્ષણ હથિયાર-બોથડ પદાર્થ મારતા મોત થયું હતું.

શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા (76) તેમના ઘરે એકલા હતા અને તેના પત્ની તેમજ દીકરો પ્રસંગમાં ગોવા ગયો હતો દિનેશભાઈ ઘરે એકલા હોય તેમના આસપાસના લોકોને તેઓનું ધ્યાન રાખવાનું કહ્યું હતું માટે તેઓના પાડોશી દિનેશભાઇના ઘરે ગુરુવારે સાંજે છએક વાગ્યાના અરસામાં ગયા હતા ત્યારે માથા અને શરીરના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા તેમના ઘરમાંથી મળી આવ્યા હતા

પાડોશી તેને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈને ગયા હતા જો કે, ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા હાલમાં મૃતક દિનેશભાઈ મહેતાની અમદાવાદમા પાલડી પાસે આવેલ આમ્રપલી એપાર્ટમેન્ટમાં રહેતી દીકરી નિમિષબેન વિરલભાઇ શાહે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આરાધના સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ તેના ઘરમાં ગયો હતો પરંતુ ઘરમાં કોઈ દરદાગીના રાખેલા ન હતા જેથી આરોપીએ માથાના ભાડે તિક્ષણ હથિયાર અને બોથડ હથિયાર પદાર્થના ત્રણ ઘા માર્યા હતા તેમજ ગાળા, આંગળી અને જમણા પગે પણ માર માર્યો હતો જેથી ફરિયાદીના પિતા દિનેશભાઇ મહેતાનું મોત નીપજયું હતું. સીટી એ-ડિવીઝન પોલીસે હત્યાની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી