September 18, 2021
September 18, 2021

નવરંગપુરાના હાર્ડવેરના વેપારીના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

6 શખ્સો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો

નવરંગપુરામાં રહેતા અને રખિયાલમાં હાર્ડવેરનો ધંધો કરનારા વેપારી સંજય ભાઈ શર્માએ કઠલાલ પાસેની કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો. આ મામલે નવરંગપુરા પોલીસે 6 વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની તપાસમાં સામે આવ્યું છે કે ભાડુઆતોની ધમકીથી કંટાળીને દુકાન માલિકે આપઘાત કર્યો હતો. નવરંગપુરામાં રહેતા મૃતક સંજય શર્મા રખિયાલમાં હાર્ડવેરની દુકાન ધરાવે છે. જ્યાં તેમની માલિકીની કેટલીક દુકાનો ભાડે આપેલી છે. જોકે ભાડુઆતો આ દુકાન ખાલી કરવાને બદલે માલિક સંજય શર્માને ધમકી આપતા હતા.

ભાડુઆતોના ત્રાસથી કંટાળીને સંજય શર્માએ 11મી ઓગસ્ટના રોજ દહેગામ નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પરિવારજનોએ ઘરમાં તપાસ કરતા સંજય શર્માએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી. જેમાં દુકાન ખાલી નહીં કરીને ભાડુઆતો ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં રમેશ શાહ, સંદીપ શાહ, બાબુ ભાઈ ચાવલા, ભરત ચાવલા, મહંમદ ફૈઝાન શેખ અને અમિત 6 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પત્નીએ નવરંગપુરા પોલીસ મથકે 6 લોકો સામે ગુનો નોંધાવ્યો છે. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 65 ,  1