વડોદરા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, દુષ્કર્મ થયું ન હોવાનો ઘટસ્ફોટ!

FSL રિપોર્ટ નેગેટિવ આવતાં કેસમાં નવો વળાંક 

વડોદરાની ચકચારી દુષ્કર્મ અને આપઘાત કેસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. વડોદરાની પીડિતા યુવતીનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર એફએસએલ દ્ધારા રેલવે પોલીસને આજે રિપોર્ટ સુપરત કરાયો છે. એફએસએલ રિપોર્ટમાં પીડિતા યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. તમને જણાવી દઈએ કે વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત કેસમાં પોલીસે ગેંગરેપનો ગુનો સાયોગિક, મેડિકલ અને ઓરલ પુરાવાઓના આધારે દાખલ કર્યો હતો. યુવતીના પીએમ રિપોર્ટમાં શરીર પર ઈજાના નિશાનો મળ્યા હતા. જેના કારણે આ સમગ્ર ગૂંચવણ ઉભી થઈ હતી.

વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ મામલે હજુ પણ પોલીસના હાથ ખાલી છે. ઘટનાના એક મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવા છતા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. યુવતીની હત્યા થઈ હોવાના એંગલ પર નક્કર તપાસ થઇ રહી નથી. દુષ્કર્મની ઘટના બાદ ટ્રેનમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો અને તેનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયો પરથી હત્યા થઇ હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી.

યુવતીની માતાએ પણ માતાએ કહ્યું કે, કોઈ નાનો છોકરો પણ જોઈ કહી દેશે કે આ આપઘાત નથી. હું અંતિમ શ્વાસ સુધી આપઘાતની થિયરી નહી સ્વીકારુ. મારી દિકરી જીવન જીવવાની કલાની પુસ્તકો વાંચતી હતી. મારી દિકરી કદી આપઘાત ન કરી શકે. મારી દિકરીની હત્યા કરીને તેને લટકાવવામાં આવી છે. પોલીસ જીણવટ ભરી તપાસ કરીને ન્યાય આપે. વલસાડ પોલીસ માત્ર આપઘાતની દિશામાં હાથપગ મારી રહી છે. સમગ્ર કેસમાં હજુ પણ પોલીસ કોઇ નિષ્કર્ષ પર પહોંચી નથી.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી