અમેરિકાના એટલાન્ટામાં ફાયરિંગ, 4 મહિલા સહિત 8 લોકોના મોત

ત્રણ મસાજ પાર્લરોમાં અંધાધૂંધ ગોળીબાર

અમેરીકાના એટલાન્ટામાં ફાયરીંગની ઘટના સામે આવી છે. એટલાન્ટાના જ્યોર્જીયા વિસ્તારમાં ત્રણ મસાજ પાર્લરોમાં ફાયરીંગની ઘટના સામે આવી છે. જેમાં ચાર મહિલા સહિત આઠ લોકોના મોત નિપજ્યા છે. પોલીસે આ ફાયરીંગ કયા કારણો સર થઈ તેની તપાસમાં લાગી ગઈ છે.

એટલાન્ટા પોલીસે કહ્યું છે કે તેમને એટલાન્ટામાં પિડમાન્ટ રોડ પર ગોલ્ડ મસાજ સ્પામાં એક લૂંટના સમાચાર મળ્યા. જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી તો 3 લોકોના મોત થયા હતા. એટલાન્ટાના પોલીસ પ્રમુખ રોડની બ્રાયંટે કહ્યું કે પોલીસની ટીમ જ્યારે ગોલ્ડ મસાજ સ્પામાં હતી ત્યારે વધું એક ફોન આવ્યો કે એરોમ થેરાપી સ્પામાં ગોળી ચાલવાના સમાચાર છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

આ ઉપરાંત ચેરોકી કાઉન્ટી મસાજ પાર્લરમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. એટલાન્ટા પોલીસે કહ્યું કે 3 સ્પા સેન્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં 8 લોકોના મોત થયા છે. આમાં 4 મહિલા સામેલ છે. જે એશિયાઈ મૂળની દેખાય છે. જોકે તે કહેવું ઉતાવળ ભર્યુ રહેશે કે તેમનો સ્પા સાથે શું સંબંધ હતો.

 62 ,  1