જમ્મુ – કાશ્મીર : સેનાએ 7 હિઝબુલ આતંકીઓની કરી ધરપકડ

 હેન્ડ ગ્રેનેડ, એકે 47  મેગેઝિન સહિત મોટી માત્રમાં હથિયારો કર્યા જપ્ત

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. શનિવારે શોપિયાંમાં હિઝબુલ મુજાહિદ્દીનના સાત આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી શસ્ત્રો પણ મળી આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પણ તેની પુષ્ટિ કરી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, ‘શોપિયાંની પોલીસે નાકા પર ચેકીંગ કરતી વખતે સાત ઓન ગ્રાઉન્ડ કામદારોની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન બધાએ હિઝબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે સંબંધ હોવાનું કબૂલ્યું હતું. તપાસ દરમિયાન તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડ, એકે 47ની મેગેઝિન અને ગોળીઓ મળી આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સાત આતંકીઓ વિરુદ્ધ શોપિયાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે. જે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓ મીમેંદર, ડાચીપોરા, વેહિલ વિસ્તારના રહેવાસી છે.

 20 ,  1