J&K: આતંકનો સફાયો ચાલુ, શોપિયાંમાં સિક્યોરિટી ફોર્સે ચાર આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ અને કાશ્મીર રાજ્યના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોને બાતમી મળી હતી કે શોપિયા જિલ્લામાં કેટલાક આતંકીઓ ઘાત લગાવીને બેઠા છે, ત્યારબાદ તેમણે ઓપરેશન ચલાવ્યું અને અથડામણ શરૂ થઈ. આ અથડામણમાં ચાર આતંકીઓ ઠાર થયા હોવાનં જાણવા મળ્યું છે.

હાલ આતંકીઓની ઓળખ નથી થઈ શકી પરંતુ વિસ્તારની ઘેરાબંદી કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એન્કાઉન્ટર શરૂ થયા બાદ વિસ્તારમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, સંપૂર્ણ અભિયાન બાગવાળા ક્ષેત્ર પર કેન્દ્રીત હતું. દારામદોરા ગામમાં આતંકવાદીઓ છુપાયાં હોવાના સમાચાર મળ્યાં બાદ સિક્યોરિટી ફોર્સે ગામની ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. ચારે બાજુથી ઘેરાયાં બાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં 4 આતંકીઓ ઠાર થયા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બારામૂલા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળોની સાથે એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો હતો. બારામૂલા જિલ્લાના ઉરી ક્ષેત્રના બોનિયાર વિસ્તારમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ લુકમાન તરીકે થઈ હતી.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર