અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે, જાણો સંપૂર્ણ માહિતી

દિવાળીના તહેવારના પગલે રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુમાં આપી મોટી રાહત

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કેસો નહીંવત આવી રહ્યા છે બીજી બાજુ દિવાળી સહિતના તહેવારોના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં દિવાળીના તેહવારોને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ સહિત 8 મનપામાં રાત્રી કર્ફ્યુમાં ઘટાડો કરતા રાત્રે 12 વગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે જે 30 નવેમ્બર સુધી જાહેરનામું લાગુ રહેશે. એટલું જ નહીં સિનેમાહોલ 100 ક્ષમતા સાથે ખુલશે.

પરિણામે હવે અમદાવાદ, ગાંઘીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવલગર સહિતના ગુજરાતના 8 શહેરોમાં તારીખ 30-10-2021થી તારીખ 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01.00 કલાકથી સવારના 5.00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અલમાં મુકવામાં આવ્યું છે.

મહત્વની બાબતો

રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે
રાત્રિ કર્ફ્યૂનો સમય 1 થી સવારે 5 વાગ્યા સુધી
30 નવેમ્બર સુધી આ નિયમો લાગુ રહેશે
સિનેમા 100 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી
સ્પા સેન્ટરોને પણ ખોલવાની અપાઈ મંજૂરી
દિવાળી અને નવા વર્ષને લઈને સ્નેહમિલન કાર્યક્રમોમાં 400 લોકોને મંજૂરી
દિવાળીને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પડાયું

ગુજરાતના 8 મહાનગરમાં રાત્રે ચાલી રહેલા કર્ફ્યૂમાં મોટી રાહત આપવાં આવી છે. દિવાળી તહેવારોને ધ્યાને રાખી સરકાર દ્વારા 8 મનપામાં કર્ફ્યુમાં ઘટાડો કરાયો છે હવે રાત્રે 12.00 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે જે અગાઉ તહેવાર ટાણે ખુલ્લી રાખી શકાતી હતી. સાથે જ નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોનેપણ મંજૂરી આપી દેવામાં આવી છે જેથી બેસતા વર્ષ દરમિયાન 400 લોકો સુધી સ્નેહમિલન કાર્યક્રમો યોજવા પરમીશન આપી દેવામાં આવી છે.સાથે જ સિનેમા હોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા 50%ની ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. આવનારા 30 નવેમ્બર સુધી જાહેરનામું લાગુ રહેશે.જ્યારે 30 ઓકટોબરથી જાહેરનામું લાગુ પડશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી