…તો શું 2020માં લગ્નના તાંતણે જોડાશે શ્રદ્ધા કપૂર !

થોડ સમયથી બોલિવૂડ એક્ટ્રેસ શ્રધ્ઘા કપૂર અને બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા ચર્ચામાં છે. રોહન પોપ્યુલર ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાનો દીકરો છે અને નેપાળનો એક પોપ્યુલર ફૂટબોલર પણ છે. સોશિયલ મીડિયા પર રોહન અને શ્રધ્ધાનાં ઘણાં ફોટા વાયરલ થઇ રહ્યાં છે. હવે આ બંન્ને વચ્ચે બીજી વાત પણ સામે આવી છે.

સમાચાર અનુસાર શ્રદ્ધા કપૂર, રોહન શ્રેષ્ઠની સાથે રિલેશનશિપમાં છે, એટલું જ નહી બંનેના લગ્નને લઇને પણ ઘણી વાતો સામે આવી રહી છે. સમાચારો અનુસાર આ જોડી લગભગ બે વર્ષથી ડેટિંગ કરી રહી છે. તો બીજી તરફ એમ કહેવામાં આવી રહ્યું છે કે તે વર્ષ 2020માં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.

જોકે અત્યાર સુધી આ અંગે કોઇપણ ઓફિશિયલ કન્ફર્મેશન થયું નથી. થોડા સમય પહેલા જ્યારે શક્તિ કપૂરને શ્રધ્ધા અને રોહનનાં રિલેશન અંગે વાત પૂછવામાં આવી હતી ત્યારે આ વાતને તેમણે નકારી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આવતા 4-5 વર્ષ સુધી શ્રધ્ધાને લગ્ન નથી કરવું.

તમને જણાવી દઇએ કે આગામી વર્ષમાં શ્રદ્ધા કપૂરની ઘણી ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે, જ્યાં આગામી મહિને 15 ઓગસ્ટના રોજ શ્રદ્ધા કપૂરની પ્રભાસ સ્ટારર આગામી ફિલ્મ ‘સાહો’ રિલીઝ થવા જઇ રહી છે તો આગામી વર્ષે ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’, ‘બાગી 3’ મુખ્યરૂપથી સામેલ છે.

શ્રધ્ધા અને રોહન વારંવાર મુંબઈનાં જુદા જુદા પોઈન્ટ્સ પર એકબીજાની કંપની એન્જોય કરતા નજરે ચડયા છે. હકીકતમાં દીપિકા-રણવીરના રીસેપ્શનમાં પણ આ જોડી સાથે દેખાઇ હતી. રીસેપ્શનમાં એક તબક્કે આ દંપત્તિ સામસામા આવી ગયા હતા પણ બન્નેએ એકબીજાની અવગણના કરી અને આગળ વધી ગયા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી