September 23, 2021
September 23, 2021

શ્રદ્ધા કપૂરની પર્સનલ ચેટ થઈ લીક, જાણો દિલ ઈમોજી સાથે શું વાતો છે

વ્હોટ્સએપમાં હાર્ટના ઇમોજીથી પ્રેમીનો નંબર સેવ કર્યો…!

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની સુંદરતા માટે ખુબ જાણીતી છે તેનો ગ્લેમરસ અંદાજ સૌને પસંદ આવે છે. શ્રદ્ધા ઘણી વાર પાપારાજીના કેમેરામાં કેદ થઈ જાય છે. તાજેતરમાં પાપારાજીના કેમેરામાં શ્રદ્ધાની એવી તસ્વીર કેદ થઇ કે જેને લઈને ચર્ચાઓ થવા લાગી. જો અભિનેત્રી પણ આ તસ્વીરો જોશે તો તે પણ અચંબિત થઇ જશે.

ખરેખર એક પાપારાઝીએ શ્રદ્ધા કપૂરને તેની ફિલ્મના સેટ પર જોઈ. અને બાદમાં તેણે શ્રદ્ધાના એવા ફોટા ક્લિક કર્યા કે તે વાયરલ થઇ ગયા. શ્રદ્ધા આ તસ્વીરોમાં હંમેશની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. આ દરમિયાન, તે ફોન પર કોઈની સાથે ચેટ કરવામાં વ્યસ્ત હતી, પરંતુ તેણીને શું ખબર હતી કે જે તસવીરો ક્લિક કરવામાં આવી રહી છે તેમાં તેની ચેટ પણ કેદ થઈ રહી છે.

તસ્વીરો જોતા લાગે છે કે શ્રદ્ધા કોઈ ખાસ સાથે વાત કરી રહી હતી. શ્રદ્ધાએ આ ખાસ વ્યક્તિનું નામ લખવાના બદલે દિલવાળા ઈમોજી મુકીને નંબર સેવ કરેલો જોવા મળે છે. જો કે ચેટમાં જોવા મળી રહ્યું છે કે શ્રદ્ધા લખે છે કે, “હું ક્યારેય તારા જેવા વ્યક્તિને નથી મળી”.સામે જવાબ આવે છે કે “મને ખુશી છે કે તું આ રીતે વિચારે છે.”

આ બાદના મેસેજ થોડાક ચોંકાવનારા છે. શ્રદ્ધાના ફોનમાં જોવા મળી રહ્યું છે કે શ્રદ્ધા ચેટમાં લખે છે કે તું મને હંમેશા ગ્રેટ ફિલ કરાવે છે. અને સાથે દિલનો વરસાદ પણ કરી દીધો છે. સાથે તેના સપના પુરા કરવા માટે શ્રદ્ધાએ અભાર પણ માન્યો. તો સામે જવાબ આવ્યો કે આ મારું સૌભાગ્ય છે. જ્યારે કંઈ કામ હોય મને કહેજે.

 82 ,  1