September 27, 2020
September 27, 2020

આઠ લોકો જીવતા હોમાયા તે હોસ્પિટલના સંચાલક નીકળ્યા ભાજપના નેતા..! ભૂતકાળમાં વિદ્યાર્થિની સાથે કર્યા હતા અડપલાં

શ્રેય હોસ્પિટલના ભરત મહંતનું ચરિત્ર વિવાદાસ્પદ, વિદ્યાર્થિની સાથે કરી હતી છેડતી..કોંગ્રેસ છોડી જોડાયા હતા ભાજપમાં..

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગત 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. ઘટના બાદ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. સાથે જ હોસ્પિટલના સંચાલક અને મેનેજરની અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 પૈકી એક સંચાલક ભરત મહંતને પૂછપરછ માટે લઈ જવાયા છે.

પૂછપરછ દરમિયાન હોસ્પિટલના સંચાલક ભરત મહંતને લઇ અનેક ખુલાસાઓ થયા છે. આ પહેલા ભરત મહંત પણ વિવાદમાં આવી ચૂક્યા છે. કોલેજની વિદ્યાર્થિનીએ તેમની વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી હતી.

ભરત મહંતનો પરિવાર રાજકીય ઈતિહાસ ધરાવે છે. ભરત મહંત કોંગ્રેસના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ વિજયદાસ મહંતના પુત્ર છે. જોકે 2019માં ભરત મહંત ભાજપમાં જોડાયા હતા. તેમના પિતા વિજય દાસ મહંત કોંગ્રેસમાં કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચૂક્યા હતા. એટલુ જ નહિ, તેમના પિતા ચાર વર્ષ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા. તેમજ માધવસિંહ સોલંકીની સરકારમાં વિજયદાસ મહંત શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમનો પુત્ર ભરત મહંત એપ્રિલ 2019 માં ભાજપમાં જોડાયો હતો.

હોસ્પિટલના સંચાલક ભરત મહંત પર છેડતીનો આરોપ

રાજકીય વગ ધરાવતા એવા ભરત મહંતનું ચરિત્ર વિવાદાસ્પદ છે. વિદ્યાર્થિની સાથે કુકર્મ કર્યું હોવાનો આરોપ છે. વર્ષ 2015માં અમદાવાદના નારણપુરા AEC ચાર રસ્તા પાસે આવેલી શ્રેય ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલાયન્ટ સાયન્સ નર્સિંગની હોસ્ટેલના રૂમમાં ભર બપોરે ઘુસી ગયા હતા. ત્યાર બાદ ભરત મહંત વિદ્યાર્થિનીને તેના જ રૂમમાં બાથમાં ભીડી લઇ શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા.

દ્વારકામાં રહેતી એક વિદ્યાર્થીની નર્સિંગ કોલેજના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. યુવતી પોતાની બહેનપણી સાથે હોસ્ટેલના રૂમમાં બેઠી હતી. ત્યારે ભરત મહંત રૂમમાં આવ્યા હતા અને મારું માથું બહુ દુખે છે, મારે ચા પીવી પડશે, તેમ કહેતા યુવતીએ બહેનપણીને ચા લેવા માટે મોકલતા અડપલાં કર્યા હતા.

 277 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર