September 27, 2020
September 27, 2020

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે નવરંગપુરા પોલીસે FIR કરી દાખલ

શ્રેય હોસ્પિટલના વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, FSLના રિપોર્ટના આધારે ગુનો દાખલ કરાયો

અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં 8 લોકો જીવતા હોમાયા હતા. ત્યારે આ મામલે હવે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, FSLના રિપોર્ટ એવું સામે આવ્યું છે કે, જે સમયે આગ લાગી હતી તે સમયે આઇ.સી.યુ વોર્ડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલી દિવાલોમાં લાગેલી બારીઓ સ્ક્રૂથી ફીટ કરવામાં આવી હતી. જેના કારણે ધૂમાડો બહાર નીકળી શક્યો ન હતો અને ઘૂમાળામાં ગુંગળાઇને દર્દીઓના મોત થયા હતા. તેમજ હોસ્પિટલમાં ફાયર NOC પણ ન હોવાના કારણે ફાયર ઓડિટ પણ થઇ શક્યું ન હતું.

તેમજ જે વોર્ડમાં આગ લાગી હતી ત્યાં ફાયર એલાર્મ પણ ન હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે શ્રેય હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુક્તિ કરાઇ હતી.

નવરંગપુરા પોલીસે IPCની કલમ 336, 337, 338 અને 304 (અ) મુજબ ગુનો દાખલ કર્યો અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મુખ્યમંત્રીએ આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓને તેમની તપાસનો અહેવાલ 3 દિવસમાં રાજ્ય સરકારને આપવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી. તો આ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ દ્વારા અમદાવાદ મહાપાલિકા, FSL, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડ તેમજ પોલીસની કામગીરીના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સોમવાર આ બન્ને અધિકારીઓએ તેમનો તપાસ અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર