ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયાના આજથી શ્રી ગણેશ

આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ, જાણો સંપૂર્ણ વિગત…

રાજ્યમાં ચૂંટણીપંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ આજથી 29 નવેમ્બરથી વિધીવત ચૂંટણી પ્રક્રિયાના શ્રી ગણેશ થશે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે. સાથે જ ગામોમાં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ફોર્મ ભરવાનું પણ શરૂ કરશે. 4 ડિસેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થઈ જશે. નોંધનીય છે કે, રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, 19 ડિસેમ્બરે રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર જેટલા મતદારો મતદાન કરી શકે છે. જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમ થશે. જો કે, સમરસ ગ્રામ પંચાયતમાં માહોલ શાંત રહેશે. અહીં કોઈ ચૂંટણી નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. સાથે જ કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મળેલી માહિતી પ્રમાણે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. તો આ વખતે રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી