હિંમતનગર ખાતે શ્યામપ્રસાદ મુખરજી બલિદાન દિવસ કાર્યક્રમનું કરાયું આયોજન

ડો. શ્યામા પ્રસાદ મુખર્જી એક શિક્ષણવિદ, વિચારક અને ભારતીય જનસંઘના સ્થાપક હતા. હિંમતનગર BASP, સ્વામીનારાયણ મંદિર ખાતે ભાજપ સાબરકાંઠા જિલ્લા દ્વારા શ્યામપ્રસાદ મુખર્જી બલિદાન દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમા મહેસાણા જિલ્લાના પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહયા હતા તેમજ સાબરકાંઠા જિલ્લાના ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જયશ્રીબેન દ્વારા શ્યામપ્રસાદ મુખર્જીના ફોટો પર માળા અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા ભાજપના પ્રમુખ જે ડી પટેલના અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા, હિંમતનગરના ધારાસભ્ય રાજુભાઈ ચાવડા, સાબરકાંઠા જીલ્લા પૂર્વ મહામંત્રી વી ડી ઝાલા, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપ પ્રમુખ, કૌશલ્ય કુવરબા પરમાર, સદસ્યતા અભિયાન ના જીલ્લા કન્વીનર વિજયભાઈ પંડ્યા, સાબર ડેરી અને સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 64 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી