બિમાર લાલુને એઇમ્સમાં નહીં પણ રિમ્સમાં જ રાખવા પરિવારની લાગણી, સ્થિતિ નાજૂક

ચારાકૌભાંડના આરોપી આરજેડીના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ થતાં તેમના પરિવારના લોકો રાંચી પહોંચી ગયા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ, દીકરો તેજ પ્રતાપ અને દીકરી મીસા ભારતી લાલુ યાદવની ખબર જોવા રાંચીમાં આવેલી રિમ્સ હોસ્પિટલમાં પહોંચી ગયાં છે, જ્યાં લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. લાલુની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

લાલુ યાદવને મળવા પહોંચેલા તેજસ્વી યાદવે રિમ્સમાંથી બહાર નીકળતી વખતે કહ્યું છે કે અમારો પરિવાર પિતા માટે સારી સારવાર ઈચ્છે છે. દરેક રિપોર્ટ આવ્યા પછી ડોક્ટર્સનું માનવું છે કે તેમની અહીં જ સારવાર કરવામાં આવશે. તેમની સ્થિતિ ગંભીર છે.

 28 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર