September 20, 2021
September 20, 2021

કરોડોની સંપત્તિ મૂકીને ગયો સિદ્ધાર્થ શુક્લા

જાણો, કેટલી છે ‘બિગ બોસ’ વિનરની નેટવર્થ

ટીવીના જાણીતા અભિનેતા અને બિગ બોસ-13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું આજે સવારે હાર્ટ અટેકના પગલે નિધન થતા પરિવાર સહિત તેના ચાહકોમાં શોક ફેલાયો છે.

અભિનેતાએ બાલિકા બધુ જેવી સિદ્ધાર્થ શુક્લાએ ટીવી સિરિયલો બાલિકા વધુમાં ખ્યાતિ મેળવી ઘર-ઘરમાં ઓળખ બનાવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની નેટવર્થ ઘણી સારી હતી. 2020 સુધીમાં સિદ્ધાર્થની કુલ સંપત્તિ 1.5 મિલિયન ડોલર છે, જે માત્ર 11.25 કરોડ રૂપિયાથી વધુ છે, જો કે ટીવી અભિનેતા માટે આ રકમ મોટી હોવાનું કહેવાય છે.

મુંબઈમાં સિધ્ધાર્થ જે ઘરમાં પરિવાર સાથે રહેતો હતો તે તેણે હાલમાં જ ખરીદ્યુ હતું. તેને ગાડીઓનો શોખ હતો. તેની પાસે એક બીએમડબલ્યુ કાર અને હાર્લી ડેવિડસન મોટરસાયકલ પણ છે.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાની મોટાભાગની કમાણી ટીવી શો અને મોટી બ્રાન્ડ્સની એડવર્ટાઇઝમેન્ટથી થતી હતી. સિદ્ધાર્થ જે કમાતો હતો, એટલા જ મનથી તે ચેરિટીનું કામ પણ કરતો હતો. સિદ્ધાર્થ સામાજિક કાર્યોમાં આગળ પડતો ભાગ લીધો ગતો અને ઘણું દાન કરતો હતો.

મુંબઇમાં 12 ડિસેમ્બર 1980એ જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. વર્ષ 2004માં તેણે ટીવીથી એક્ટિંગ ડેબ્યૂ કર્યુ હતુ. 2008માં તે ‘બાબુલ કા આંગન છૂટે ના’ નામની ટીવી સિરિયલમાં જોવા મળ્યો હતો. પરંતુ તેની અસલી ઓળખ બાલિકા વધૂ સીરીયલથી થઇ હતી જેણે તેને ઘર-ઘરમાં ફેમસ બનાવ્યો હતો.

 60 ,  1