બેકફૂટ પર સિદ્ધુ : મુખ્યમંત્રી ચન્ની સાથે 3 વાગ્યે કરશે મુલાકાત

પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી ના’રાજીનામુ આપ્યું….

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કોંગ્રેસનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધૂ આજે બપોરે 3 વાગે પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરશે. સિદ્ધૂએ આ બાબતે ટ્વીટ કર્યું હતું કે મુખ્યમંત્રીએ તેમણે વાતચીત કરવા માટે બોલાવ્યા છે. તેઓ બપોર બાદ 3 વાગે ચંદીગઢ પાંજાબ ભવન પહોંચશે. સિદ્ધૂના રાજીનામાં બાદ હાઇકમાન્ડે તેમનાથી અંતર બનાવી લીધુ છે.

નવજોત સિદ્ધુનું વલણ જોઈને કોંગ્રેસ હાઈકમાન્ડ પણ મક્કમ બન્યું છે. સિદ્ધુને સ્પષ્ટ સંદેશો મોકલવામાં આવ્યો છે કે તેમની દરેક જીદ હવે પૂરી થશે નહીં. આ કારણસર સિદ્ધુના રાજીનામાને 2 દિવસ વીતી ગયા બાદ પણ હાઈકમાન્ડે તેમની સાથે વાત કરી નથી. આ જોઈને હવે પંજાબમાં સિદ્ધુની તરફેણમાં દેખાઈ રહેલા ધારાસભ્યો અને નેતાઓએ પણ તેમનો પક્ષ છોડવાનું શરૂ કરી દીધું છે. કેપ્ટનને હટાવતા સમયે સિદ્ધુ સાથે 40 ધારાસભ્ય હતા, હવે તેઓ એકલા પડી ગયા છે. માત્ર રઝિયા સુલ્તાનાએ તેમના સમર્થનમાં મંત્રીપદ છોડી દીધું. તેમના નજીકના સહયોગી પરગટ સિંહ સરકાર સાથે મજબૂતાઇથી ઊભા છે.

 71 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી