સિદ્ધુનો નવો શો, લખીમપુર મામલે અનશન પર બેઠા

મંત્રી પુત્રની ધરપકડ ન થાય ત્યાં સુધી ઉપવાસ પર બેસી રહીશ : સિદ્ધુ

પંજાબ કોંગ્રેસના વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ નેતા નવજોતસિંહ સિદ્ધુ એક તરફ કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી ચરણજીત સિંહની આકરી ટીકા કરે છે મને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો કોંગ્રેસ જીતી શકી હોત એવા નિવેદનો વચ્ચે તેઓ લખીમપુર હિસ્સાના મામલે ઉપવાસ પર બેઠા છે.

સિદ્ધુ મૃતક ખેડૂત લવપ્રીતના ઘરે ગયા હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી હું મૌન વ્રતથી ભૂખહડતાળ પર બેસી રહીશ.

જ્યારે સુપ્રીમ કોર્ટના ઠપકા પછી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ કહ્યું હતું કે પુત્ર આશિષ આજે હાજર થશે. પોલીસને પણ સહકાર આપશે. ખરેખર આરોપી આશિષની ધરપકડ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. આવી સ્થિતિમાં ખુદ અજય મિશ્રાએ મીડિયા સામે આવીને આ નિવેદન આપ્યું છે.

3 ઓક્ટોબરના રોજ પ્રથમ વખત ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ 5 ઓક્ટોબરના રોજ 3 જિલ્લા લખીમપુર ખીરી, સીતાપુર અને બહરાઈચમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. લખીમપુર ખીરીમાં ઇન્ટરનેટ સેવા શુક્રવારે 48 કલાક બાદ પુન શરૂ કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર અને તિકુનિયાકાંડનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો ન હતો. ચાર કલાક બાદ પોલીસે તેને બીજી નોટિસ ફટકારી હતી, જેમાં આશિષ મિશ્રાને ક્રાઇમ બ્રાચ સમક્ષ નિવેદન નોંધાવવા માટે આજે શનિવારે સવારે 11 વાગ્યે બોલાવવામાં આવ્યો છે.

 39 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી