અમૃતસરમાં સિદ્ધુનું શક્તિ પ્રદર્શન, 62 ધારાસભ્યો તેમના ઘરે ભેગા થયા

સિદ્ધુએ સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું, કેપ્ટનની માફી માંગવા તૈયાર નથી

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક ખેંચતાણ ખત્મ નથી રહ્યું. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિધ્ધુએ શક્તિ પ્રદર્શન કર્યુ છે. આજે સિધ્ધુએ પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની ઘરે બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા અને 62 ધારાસભ્યો તેમના ઘરે પહોંચ્યા હતા.

બીજી તરફ સીએમ કેપ્ટન અ્મરિન્દરસિંહ સિધ્ધુ અગાઉ તેમની સામે કરેલા નિવેદનો માટે માફી માંગે તે વાત પર અડેલા છે. આ સ્થિતિ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુના સમર્થકોએ સીએમ પર પલટવાર કરતા કહ્યું કે માફી તો તેમણે માંગવી જોઈએ કારણ કે તેઓ જનતાને આપેલા વચનો પૂરા કરી શક્યા નથી. સિદ્ધુના નીકટના અને જાલંધર કેન્ટથી વિધાયક પરગટ સિંહે કહ્યું કે કેપ્ટન અમરિન્દર સિંહ માફીની વાત કરી રહ્યા છે. પરંતુ જોઈ કોઈએ માફી માંગવી જોઈએ તો તે સીએમ પોતે છે. જે જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે.

સિદ્ધુના અધ્યક્ષ બન્યા બાદ કેપ્ટનની છાવણીના ધારાસભ્યો સિદ્ધુ તરફ જઈ રહ્યા છે. અમરિન્દર સિંહના નિકટના ધારાસભ્યો પણ સિદ્ધુના પક્ષમાં જઈ રહ્યા છે. બીજી તરફ કેપ્ટન પોતાના જૂથની તાકાત વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

કોંગ્રેસી હાઈકમાન્ડે સિધ્ધુને કોંગ્રેસ અધ્યક્ષ બનાવીને તેમની તરફેણ કરી છે પણ કેપ્ટન હાર માનવા તૈયાર નથી. કેપ્ટન અમરિન્દરસિંહે નિવેદન કર્યુ છે કે, જ્યાં સુધી સિધ્ધુ અગાઉ કરેલા નિવેદનો માટે માફી નહી માંગે ત્યાં સુધી સિધ્ધુ સાથે મુલાકાતનો સવાલ જ ઉભો થતો નથી.

 65 ,  1