સિદ્ધુની લલકાર – મંત્રીના દીકરાની ધરપકડ નહીં થાય તો ભૂખ હડતાળ પર ઉતરી જઈશ…

લખીમપુર હિંસા કેસ મામલે સિદ્ધુનું અલ્ટિમેટમ

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીની ઘટનાના વિરોધમાં અને ગૃહ રાજ્યમંત્રીના દીકરાની ધરપકડ કરાવવાની માગ વિરોધપક્ષના નેતાઓ ઉઠાવી રહ્યા છે. નેતાઓ લખીમપુર ખીરી પહોંચી રહ્યા છે અને સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે. ઘટનાના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અપાવવા હવે નવજોત સિંહ સિદ્ધુ પણ મેદાને ઊતર્યા છે. સિદ્ધુએ પંજાબના મોહાલીથી લખીમપુર ખીરી સુધી રેલી શરૂ કરી છે. તેમની સાથે કોંગ્રેસના ઘણા મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓ પણ છે. સિદ્ધુએ કહ્યું હતું કે જો મંત્રીના દીકરાની ધરપકડ ના થઈ અને કાલ સુધી તપાસમાં સામેલ ન કરવામાં આવે તો તેઓ ભૂખહડતાળ પર ઊતરશે.

પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો સાથે થયેલી ધટના વિરોધના પગલે ગુરુવારે કોંગ્રેસના નેતાઓ સાથે લખીમપુર ખીરી જવા કૂચ શરૂ કરી હતી. આ સાથે તેમણે ચેતવણી આપી છે કે જો કાલ સુધીમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો તેઓ ભૂખ હડતાળ પર બેસશે.

 સિદ્ધુએ કહ્યું છે કે ગમે તે થાય, તેઓ પોતાના ફરજના માર્ગ પર વળગી રહેશે. તમને જણાવી દઈએ કે સિદ્ધુએ તાજેતરમાં જ કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, જોકે પાર્ટી દ્વારા તેમને હજુ સુધી સ્વીકારવામાં આવ્યા નથી. અગાઉ મંગળવારે સિદ્ધુએ ચેતવણી પણ આપી હતી કે જો ખેડૂતોની હત્યાના મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની ધરપકડ કરવામાં નહીં આવે તો કોંગ્રેસનું પંજાબ એકમ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જશે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી